Abtak Media Google News

કાંગશીયાળી, ઉપલેટા, થાણાગાલોલ, પાટીદડ અને મોટી પાનેલીમાં જુગાર રમતા ૫૧ શખ્સો ઝડપાયા

રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલતા પોલીસે કાંગશીયાળી, ઉપલેટા, થાણાગાલોલ, પાટીદડ અને મોટી પાનેલી સહિત ૭ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી રૂ.૪.૮૩ લાખના મુદ્દામાલ સાથે ૮ મહિલા સહિત ૫૧ શખ્સોને ઝડપી લીધા છે.

કાંગશીયાળીની સીમમાં આવેલા કોપર રેસીડન્સી પાસે શિવ મંદિર ખાતે જાહેરમાં જુગાર રમતી કાંગશીયાળીની કિંજલબેન શ્રીકાંતભાઈ પટેલ, વિલ્પા નિકુંજભાઈ પટેલ, પ્રફુલાબેન અશોકભાઈ ચાંગેલા, મંજુલાબેન ચિમનભાઈ સિધ્ધપુરા, ચંદ્રીકાબેન હરેશભાઈ કણસાગરા, ધર્મીષ્ઠાબેન કિરીટભાઈ ભલાણી, હંસાબેન જગદીશભાઈ સચાણીયા અને હેતલબેન મેહુલભાઈ પનારાની રૂ.૧૪૦૦૦ની રોકડ સાથે હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા અને વર્ષાબેન મેસવાણીયા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

પાટણવાવના સમઢીયાળા ગામની સીમમાં રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સાજીત કાસમ ઠેબા, સંજય મનસુખ વાઘેલા, ભુપત લાખા બારૈયા ઈરફાન ઓસમાણ ઠેબા, રીયાઝ ડાડા ઠેબા અને હનીફ મામદ ઠેબા નામના શખ્સોને ‚ા.૨૮૬૫૦ની રોકડ સાથે પાટણવાવ પોલીસ મથકના કોન્સ્ટેબલ મજબૂતસિંહ વાળા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

ઉપલેટાના ભાદર નદીના રસ્તે કોબાવાળી સીમમાં જાહેરમાં જુગાર રમતા મનસુખ શંભુ લક્કડ, રાજેશ નગા મારૂ, રવજી બાલા ‚પાપરા, પરસોતમ વાલજી ‚પાપરા, ઈમ્તીયાઝ ઈકબાલ સોરા અને સુભાશ વિક્રમ આહિર નામના શખ્સોને રૂ.૧.૨૦ લાખના મુદ્દામાલ સાથે હેડ કોન્સ. એચ.વી.જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામમાં જાહેરમાં જુગાર રમતા અરવિંદ પરબત પટેલ, શૈલેષ ઉર્ફે ચીકુડો છગન પટેલ, મનોજ ભુપત પટેલ, સંજય ઉર્ફે ચંદો ભુપત ચાવડા, ધનસુખ ઉર્ફે કાળુ પરબત પટેલ, સંજય રવજી પટેલ, રાજેશ બચુ ધામેચા અને જયંતી સત્તા ઠાકોર નામના શખ્સોને રૂ.૫૨૬૬૦ની રોકડ સાથે એએસઆઈ એમ.કે.મનાત સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

ભાયાવદરના મોટી પાનેલી ગામે જાહેરમાં જુગાર રમતા અરજણ રવજી વાઘેલા, જેસીંગ ખોડા વાઘેલા, સુખા વશરામ વાઘેલા રમેશ ભગા વાઘેલા અને સોમા રવજી વાઘેલા નામના શખ્સોને રૂ.૨૨૬૦૦ની રોકડ સાથે એએસઆઈ જયદીપભાઈ અનડકટ સહિતનાએ ધરપકડ કરી છે.

ભાયાવદરમાં જુગાર રમતા મનસુખ પરબત માકડીયા, હેમત ભીખા મુંધવા, ઈશાક ઈસ્માઈલ શેખ નામના શખ્સોને રૂ.૧ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન નારણ પુના રબારી, વિક્રમ જકા રબારી અને ખીમા રબારી નામના શખ્સો ભાગી જતાં પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

ગોંડલના પાટીદળ ગામે જાહેરમાં જુગાર રમતા ઉકા અરજણ વિરડીયા, મણીલાલ કબા ખોરીયા, મહેશ ધરમશી પટેલ, જમન મગન દઢાણીયા, મનસુખ પટેલ, દિપક પટેલ, કિશોર પટેલ અને મહેશ સીતાપરા નામના શખ્સોને રૂ.૧.૬૩ લાખના મુદ્દામાલ સાથે ગોંડલ તાલુકા પીએસઆઈ મીઠાપરા અને કોન્સ. મદનસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.