Abtak Media Google News

જસદણ પંથકના 6 અને જેતપુરના 2 ગામોમાં જુગટુ રમતા 50 શખ્સો ઝડપાયા

રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસે જુગારીઓ પર ધોંસ બોલાવી 8 સ્થળોએ દરોડા પાડયા જેમાં જસદણના પ્રતાપપુર, બરવાળા, કનેસરા, કાળાસર અને જેતપુરના ઉમરાળી અને જેપુર ગામે જુગાર રમતા 50 શખ્સોની ધરપકડ કરી રૂા.દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જેતપુર તાલુકાના જેપુર ગામે જાહેરમાં જુગાર રમતા રામજી કડવા બાટવીયા, જગા ચના પીપળીયા, સુરેશ જીણા ભડેલીયા, ભાવેશ મેરામ ગુજરાતી, જગદીશ જેરામ પીપળીયા, મનસુખ કડવા બાટવીયા અને સંજય સોમા ચાવડાની ધરપકડ કરી 13300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે ઉમરાળી ગામે રહેતા જગદીશભાઈ દેવજીભાઈ મકવાણાના મકાનમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાન માલીક જગદીશ દેવજી મકવાણા, જેન્તી મોહન વોરા, જયદીપ હરી ભાટી, હરદીપ દાઉદ પીંજારા, રતિલાલ ચીમનલાલ પરમાર, દિનેશ ભીખા ભુડીયા અને જયેશ બેચર મકવાણાની ધરપકડ કરી રૂા.26900નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જસદણ તાલુકાના પ્રતાપપુર નવાગામે જાહેરમાં જુગાર રમતા કલ્પેશ વલ્લભ ધામેલીયા, મહેશ ખોળા સીરોયા, ભરત નાગજી પારખીયા, રમેશ ગોરધન ધામેલીયા, કિશોર રામજી પારખીયા અને જેન્તી વશરામ પારખીયાની ધરપકડ કરી રૂા.11600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે જસદણના કુંદણી ગામે જાહેરમાં જુગાર રમતો વિજય જેહા કોળી, ભરત નથુ કોળી, જેન્તી દાહા કોળી, વિજય દાહા કોળી, જેન્તી દેવા કોળી, જેન્તી દેવશી કોળી, મહેશ ધીરૂ કોળી, ભરત સોમા કોળી અને દિનેશ ગોરધન ખોખરની ધરપકડ કરી રૂા.48300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને કનેસરા ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા રણછોડ સુરા કોળી, પ્રકાશ શોમા કોળી, કેશુ નરશી કોળી, મનસુખ સુરા કોળી, રાયા ગોરધન કોળી, રણછોડ ઉકા કોળી, વિરજી પોપટ કોળી, ભરત કેશા કોળીની ધરપકડ કરી રૂા.19800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જસદણ શહેરના કાળાસર ગામના પુલ પાસે જાહેરમાં જુગાર રમતા દેવરાજ નથુ કોળી, લક્ષ્મણ પોપટ કોળી, રમેશ વિરજી કોળી, ધર્મેશ ધીરૂ રંગપરા, વિજય વશરામ કોળી, પ્રવિણ વિરજી કોળી અને નિકુલ તળશી કોળીની ધરપકડ કરી રૂા.10900નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે જસદણના ગઢળીયા રોડ પર આવેલ શિવશક્તિ જીનીંગ મીલ પાસે જુગાર રમતો હાર્દિક ધીરૂ કોળી, જેન્તી સોંડા કોળી, રમેશ વિહા કોળી, છગન સોંડા કોળી, ભગવાન ગગજી કોળી, બળવંત પરસોતમ કોળીની ધરપકડ કરી 11400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.