Abtak Media Google News

રૂ. ૧.૭૬ લાખની મત્તા સાથે ૧૪ પત્તાપ્રેમી ઝડપાયા

રાજકોટ જીલ્લાનાચ શાપર, જેતપુર અને જેતપુર તાલુકામાં જુગારના દરોડા પાડી રૂ ૧.૭૬ લાખની મત્તા સાથે પોલીસે ૧૪ પત્તાપ્રેમીની ધરપકડ કરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહીતી પાટડી ગામમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની માહીતી પરથી શાપર પોલીસે દરોડો પાડી જુગટુ રમતા પ્રકાશ મુળજીભાઇ સોલંકી, ભરત રાજાભાઇ મકવાણા, સંજય રાણાભાઇ પરમાર અને હકા લાલજીભાઇ  પરમાર નામના શખ્સોને ઝડપી હેક કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા સહીતના સ્ટાફે પટમાથી રૂ ૧.૨૫ લાખ ની રોકડ જપ્ત કરી છે

જયારે બીજો દરોડો જેતપુર શહેરના ભાદરના સામા કાંઠે રામામંડળ ચોકમાં બીશુભાઇ ગીડાના મકાનમાં પાડી જુગાર રમતા મકાન માલીક બીશુભાઇ જગતાભાઇ ગીડા, રમેશ લાખાભાઇ રેણુકા, મહેશ લાખાભાઇ કીડીયા, ઉદય ભણકુભાઇ શેખવા અને યુવરાજ બીશુભાઇ ગીડા નામના પત્તાપ્રેમીઓને ઝડપી જેતપુર સીટી પી.એસ.આઇ. આર.કે. ચાવડા સહીતના સ્ટાફે જુગાર પટમાંથી રૂ.૩૫ હજાર રકમ કબ્જે કરી છે

જયારે ત્રીજો દરોડો જેતપુર તાલુકા પોલીસે આમરાજપુરના ગરબી ચોકમાં પાડી જાહેરમાં જુગટુ રમતા રાજુ બાલાભાઇ તારવડીયા, શૈલેમ મુળજીભાઇ સોલંકી, હરેશ ભીખુભાઇ ખોરસીયા, શૈલેષ બાબુભાઇ સોલંકી અને મુસા હાસમભાઇ મુસાણી નામના શખ્સોને ઝડપી એ.એસ.આઇ. એમ.કે. મનાત સહીતના સ્ટાફે રૂ. ૧૬ હજારની રોકડ કબજે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.