Abtak Media Google News

શહેરમાં સલામત સ્થળાંતર, વૃક્ષો-કાટમાળ હટાવવા સાધન સામગ્રી સજ્જ

ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 13 જૂનથી 16 જુન દરમિયાન બીપરજોય  વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે,ત્યારે તંત્ર એલર્ટ છે. અને કંડલાની આસપાસ વસવાટ કરતાં લોકોને તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ગાંધીધામની અલગ અલગ સ્કૂલોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, કંડલામાંથી લોકોનું સ્થળાંતર થવાથી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગલીઓ બધી સુમસાન જોવા મળી હતી. કંડલાના ઝુપડપટ્ટી વિસ્તારમાંથી 431 લોકોનું સ્થળાંતર કરાવીને લોકોને ગાંધીધામની ગીદવાણી સ્કૂલમાં રાખવામાં આવ્યા છે.

ગાંધીધામ ચેમ્બર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોને ફૂટ પેકેટ કારપેટ ઇમરજન્સી લાઈટ વગેરેની સુવિધા આપવામાં આવેલ છે ઉપરાંત પોલ પડી જાય તે સમયે હિટાચી,જેસીબી વગેરે જેવી સુવિધા પણ ચેમ્બર પૂરી પાડશે તેવી ખાતરી ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ દ્વારા આપવામાં આવી. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરીયા દ્વારા જણાવવામાં આવ્યું કે, તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા બિપરજોય વાવાઝોડા સંદર્ભ મા રેપિડ રીસ્પોન્સ ટીમનુ આયોજન કરવામા આવ્યુ છે.

દરેક શેલ્ટર હોમ પર પણ આર બી એસ કે ટીમો, આરોગ્ય સ્ટાફ સેવા આપી રહ્યો છે.દરેક સેન્ટર પર ફર્સ્ટ એઈડ કીટ પણ પહોચાડી દેવાઈ છે,ક્ધટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે,જેનો નંબર 02836250270 છે.જે સગર્ભા બહેનોની ડીલીવરી તારીખ 20 જૂન સુધીમા છે એ 86 બહેનોનુ યાદી તૈયાર કરી ફિમેઈલ હેલ્થ વર્કર અને આશા બહેનો ને અપાઈ છે,આવી 10/6 થી અત્યાર સુધી 32 બહેનોને આરોગ્ય વિભાગ, 108 વગેરે વાહન દ્વારા હોસ્પિટલ મા મૂકીને સફળતાપૂર્વક ડીલીવરી કરાઈ છે.

તાલુકા આરોગ્ય અધિકારી ડો દિનેશ સુતરીયા દ્વારા લોકોને ખુલ્લા વાસી ખોરાક ના ખાવા,ક્લોરીનયુક્ત પાણી પીવા જેમા 20 લિટર પાણીમા એક ગોળી ભૂકો કરીને નાખવા,કોઈ પણ તકલીફ માટે આરોગ્ય સ્ટાફ, આશા અને જરૂર પડે હોસ્પિટલ નો સંપર્ક કરવા જણાવાયુ છે.આરોગ્ય સ્ટાફ ની ગૃહ મુલાકાત દરમિયાન લોકો સહકાર આપે તેવી અપીલ કરાઈ છે. વાવાઝોડાની આગોતરી તૈયારીના ભાગરૂપે આર્મી મેડિકલની ચાર ડોક્ટર ટીમ ગાંધીધામ કેમ્પસમાં હાજર છે. અને એન્જીનો,લાઈટો જનરેટરો રેડી કરવામાં આવ્યા છે રેસક્યુના ડેમો સહિતની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે આર્મીના  50 /50 જવાનોની ગાંધીધામ મિલેટ્રી ની ટીમ પણ સજ્જ છે.

મુન્દ્રા બંદર બારોઇ શેલ્ટર હોમની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે મુન્દ્રા બંદરની મુલાકાત લીધી હતી. અદાણી ગ્રુપના પ્રતિનિધિએ મંત્રીને વાવાઝોડાની પૂર્વતૈયારીઓથી અવગત કર્યા હતા. મંત્રીએ બારોઈ ગામમાં સરસ્વતી શીશુ મંદિર સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ શેલ્ટર હોમની પણ મુલાકાત લીધી હતી. અહીં બંદર અને આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા થયેલ પૂર્વતૈયારીની અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી સંભવિત નુકસાનથી બચવા થયેલ સ્થળાંતર અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ તકે સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, પ્રાંત અધિકારી ચેતન મિશણ, અગ્રણીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.