Abtak Media Google News

પેથાપુર ફિલ્મ જોઇ માણસા પરત જતા મોડી રાતે કાર ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

ગાંધીનગર નજીક પેથાપુર-માણસા હાઇવે પર રાંધેજા ચોકડી પાસે કાર ચાલકે સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક સહિત પાંચના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અને એક યુવક ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત મોડીરાતે પેથાપુર નજીક રાંધેજા ચોકડી પાસે જી.જે.1એચઝેડ 9637 નંબરનની મારુતિ સ્વીફટ કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર ખેરાલુ અને માણસાના મોહમદ અલ્ફાઝ ઉર્ફે સુજલ સાબીર બેલીમ, સલમાન કાસમ ચૌહાણ, અસ્પાક શબ્બીર ચૌહાણ, મહોમદ સાજેબ સલીમ બેલીમ અને કાર ચાલક સાહિલ નશીરુદીન ચૌહાણના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત  નીપજ્યા હતા અને શાહનવાબ કાસમભાઇ ચૌહાણને બેભાન હાલતમાં સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

નશીરુદીન ચૌહાણની કારમાં તેના સગા-સંબંધીઓ ગતરાતે પેથાપુર ગામે ફિલ્મ જોવા ગયા હતા અને મોડીરાતે પરત આવી રહ્યા હતા ત્યારે નશીરુદીન ચૌહાણે રાંધેજા ચોકડી પાસે કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં એક સાથે પાંચ યુવાનના મોત નીપજયાની મૃતક મોહમદ અલ્ફાઝના પિતા  શબ્બીર ઇબ્રાહીમ ડલીગરે કાર ચાલક નશીરુદીન ચૌહાણ સાથે ફરિયાદ નોંધાવતા પેથાપુર પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એસ.ગામીત સહિતના સ્ટાફે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો. ગોજારા અકસ્માતમાં એક સાથે પાંચ યુવકો કાળનો કોળીયો બની જતા મુસ્લિમ પરિવારમાં અરેરાટી સાથે માતમ છવાયો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.