Abtak Media Google News

 ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાની આડમાં વિદેશ જવાની લાલચે ૨ વર્ષની બાળકી સહિત નવયુવાનોને ગોંધી રખાયા હતા

અબતક, ગાંધીનગર

વિદેશ મોકલવાની લાલચ આપી ગુજરાતના વિવધ શહેરના કુલ ૧૫ જેટલા ભોગ બનેલ લોકોને ગાંધીનગર રેન્‍જ આઇજી અભયસિંહ ચુડાસમા તથા ગાંધીનગર એસપી મયુર ચાવડા દ્વારા વિશાળ અનુભવ આધારે એલસીબીની ચુંનદી ટીમના પીઆઇ જે.એચ.સિંધવ, આવી કામગીરી માટે માસ્‍ટરી ધરાવતા સત્‍યેનસિંહ પી.જાડેજા તથા ટીમ દ્વારા કેવી રીતે પાર પાડવામાં આવ્‍યું તેની રસપ્રદ કથા ખૂબ જાણવા જેવી છે.

તા.૧૨/૦૨/૨૦૨રના રોજ ક્રાઈમ બ્રાંચને રજુઆત મળેલ કે, ગાંધીનગર જીલ્લાના ખરણા ગામના તથા મહેસાણા તેમજ અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી જેઓને છેલ્લા બે મહિનાથી કોલકત્તા તેમજ દીલ્‍હી ખાતે બોલાવી તેઓની પાસેથી રૂપિયા પડાવવા સારૂ અજ્ઞાત સ્‍થળે ગોંધી રાખેલ છે. જે રજુઆત થી ઉપરી અધિકારીશ્રી નાઓને વાકેફ કરતા આઈ.જી.પી શ્રી અભય ચુડાસમા સા. તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સા. નાઓએ તાત્‍કાલીક એલસીબી-૨ ના પો.ઇન્‍સ શ્રી જે.એચ.સિંધવ, પો.સબ.ઇન્‍સશ્રી એસ.પી.જાડેજા તથા સ્‍ટાફના માણસોને આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારૂ દિશા નિર્દેશ આપવામાં આવેલ.

Screenshot 1 37

જે આધારે એલસીબી-૨ ના અધિકારી તથા સ્‍ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તાત્‍કાલીક હવાઈ માર્ગે કોલકત્તા તથા દીલ્‍હી ખાતે રવાના કરેલ. જેમાં દીલ્‍હી ખાતે સ્‍પેશ્‍યલ સેલની મદદથી ભોગ બનનારને લોકેટ કરવામાં આવેલ અને તેઓને સહી સલામત છોડાવવા જરૂરી હોવાથી રેસ્‍કયુ કરી બાળકો સહિત કુલ-૧૫ ભોગ બનનાર ઈસમોને છોડાવી રેલ માર્ગે તેમજ હવાઈ માર્ગે પરત લાવી તેઓની પુછપરછ કરતા જાણવા મળેલ કે, એજન્‍ટ રાજેશ નટવરલાલ પટેલ નાઓ મારફતે આ લોકોને કોલકત્તા અને દીલ્‍હી મોકલી આપવામાં આવેલ અને ત્‍યાં સુશિલ રોય તથા સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી આ લોકોને ગેરકાયદેસર ગોંધી રાખેલા અને તેઓની ઉપર અમાનવીય ત્રાસ ગુજારી તેઓને તેમના પરિવાર સાથે ફોન ઉપર વાત કરાવડાવી ધાક ધમકી આપી અમો કેનેડા ખાતે પંહોચી ગયેલ છે તેમ બોલાવડાવી પરિવાર પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂ.૨,૩૧,૦૦,૦૦૦ જેટલી રકમ ખંડણી સ્‍વરૂપે વસુલ કરેલ હોવાનુ જણાય આવેલ છે અને રેસ્‍કયુ કરેલ ઈસમોને સહી સલામત તેમના ઘરે સોંપવામાં આવેલ છે. તેમજ આ ટોળકીએ આવા ગુન્‍હાઓને અગાઉ પણ અંજામ આપેલ હોવાનુ જણાઈ આવેલ છે. જેમાં એક આરોપી રાજેશ નટવરલાલ પટેલની અટકાયત કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ બાબતે માણસા પો.સ્‍ટે ગુન્‍હો રજી. કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.