Abtak Media Google News

૨૫૭ કરોડના ખર્ચે સાયન્સ સિટીમાં એકવાટીક પાર્ક બનશે

હવે ગુજરાતમાં પણ દરિયાઈ સૃષ્ટિને લાઈવ નિહાળી શકાશે. જી હા, ગાંધીનગરમાં સાર્ક વેલનો જમાવડો થશે. રૂ.૨૫૭ કરોડના ખર્ચે ગુજરાતની રાજધાનીમાં સાયન્સ સિટીમાં જલ્દી એકવાટીક પાર્ક બનશે.

આ એકવાટીક પાર્કમાં તમામ આધુનિક સીસ્ટમ હશે. જેમ વિદેશમાં એકવાટીક પાર્ક હોય છે. બરાબર તે જ તર્જ પર ગાંધીનગરમાં એકવાટીક પાર્ક આકાર લેશે. જેમાં એકવાટીક પાર્કની ગ્લાસ ટર્નલમાં પેંગ્વીન, જેલીફીસ, ઓકટોપસ, સાર્ક, વ્હેલ તેમજ અન્ય દરિયાઈ જીવો તેમજ રંગબેરંગી માછલીઓ જોવા મળશે.

એકવાટીક પાર્ક માત્ર બાળકો જ નહીં પરંતુ તમામ વયના લોકો માટે હંમેશ માટે અનોખુ આકર્ષણ બની રહેતું હોય છે. અત્યારે સાયન્સ સિટી જોવા માટે દૂર દૂરી અન્ય શહેરોમાંી અને અન્ય રાજયોમાંી પણ મુલાકાતીઓ-પર્યટકો આવતા હોય છે. આી ગાંધીનગરના સાયન્સ સિટીમાં જયારે એકવાટીક પાર્ક બનશે ત્યારે તેના આકર્ષણમાં ચાર ચાંદ લાગી જશે તેમાં બે મત ની. ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ એકવાટીક પાર્ક પ્રોજેકટની પ્રામિક રૂપરેખા તેમજ બજેટ વિગેરે તૈયાર ઈ ગયું છે. આ એકવાટીક પાર્કમાં ભારતીય, એશિયન, આફ્રિકન, અમેરિકન, ઓશિયન વિગેરે અલગ અલગ ઝોનમાં સાર્ક, વ્હેલ અને ખૂબજ રેર કેસમાં જોવા મળતા દરિયાઈ જીવોનો જમાવડો થશે.સચિવ ધનંજય દ્વિવેદીએ કહ્યું કે, આ પ્રોજેકટને પુરો તા અંદાજે ૧૮ થી ૨૪ મહિના લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.