Abtak Media Google News

ગુજરાત રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ ના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયમાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા ભેંસાણ પંથકમાં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે હડકંપ મચી ગયો છે અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 200થી વધારે વિવિધ ક્ષેત્રના આગેવાન કાર્ય કરો કોંગ્રેસનો સાથ છોડી ભાજપની વિકાસ ધારા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલનાા નેતૃત્વને ધ્યાને રાખી  જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાયા છે.

Advertisement

કોંગ્રેસના ભેસાણ યાર્ડના ડીરેકટર જસકુભાઈ શેખડા, ગિરધરભાઈ રાદડિયા, ધ્રુવભાઈ ઊંમરેટીયા, તડકા પીપળીયા સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઇ ભેસાણીયા, ગુજરીયા ના સરપંચ ગબરુભાઈ ખુમાણ, તડકા પીપળીયાના સરપંચ કાળુભાઈ દેશુરભાઈ, ઉપસરપંચ ભરતભાઈ ખુમાણ, ગોરવીયાળીના સરપંચ  જસકરણભાઈ, ચાનાકા ઉપસરપંચ    પરબત ભાઈ કાનાભાઈ ભેસાણીયા, ઉમરાળી સહકારી મંડળીના પ્રમુખ વલ્લભભાઇ વઘાસીયાા, ગોરવીયાળી ના વિજયભાઈ, ઉમરાળીના નાથાભાઈ વઘાસીયાા, દિનેશભાઈ બસીયા, વિનોદભાઈ નથુભાઈ, વાંદરવાડના પૂર્વ સરપંચ ભીખુભાઈ દેસાઈ, નવી ધારી ગુંદાળી મનુભાઈ લાખાભાઈ, ભાભલુભાઈ વાંક, વલકુ ભાઈ વાળા, ચનાકા ના રાજુભાઈ ગોસ્વામી, ઉમરાળી ના મનસુખભાઈ કથીરિયા, ભીખુભા  શ્રેત્રિય આગેવાનો વનરાજભાઈ ખુમાણ સહિતના કોંગ્રેસ કાર્યકરોએ જિલ્લા સંગઠન પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ભેસાણ તાલુકા પ્રમુખ હરસુખભાઈ કથીરિયા, મહામંત્રી અનુંભાઈ ગુજરાતી, ચણાકા સરપંચ ઉમેશભાઈ બાંભરોલીયા, સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ વિશાળ ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરી આગામી યોજનાર ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય નો સંકલ્પ કર્યો હતો તેમ જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ ચારિયાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.