Abtak Media Google News

આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ છે. ખરા અર્થમાં પર્યાવરણ રક્ષા એટલે જળ, જમીન, જંગલ, જનાવર અને જીવમાત્રની રક્ષા. આ સંદર્ભમાં જળ, જમીન, જંગલ, જીવ અને જનાવર બધાની રક્ષામાં જેનો મહત્વનો ફાળો છે તે છે ગૌ માતા, આપણી ગાય માટે જ ગાયને ‘માતર: સર્વભુતાનામ્, ગાવ: સર્વસુખપ્રદા: કહી છે. વિશ્ર્વ પર્યાવરણ દિને ગૌમાતાનું પર્યાવરણ રક્ષામાં મહત્વ સમજીએ.

Advertisement

જો આપણે આવનારી પેઢીઓને સુખપૂર્ણ જીવન જીવવા દેવું હોય અને સમગ્ર સુષ્ટિને બચાવવી હોય તો “ગૌમાતાનું સ્મરણ કરવું અતિ આવશ્યક છે. ગૌમાતાનું સમગ્ર જીવન પર્યાવરણ રક્ષાનું ઉતમ માધ્યમ છે. ગૌમાતાનું વૈજ્ઞાનિક મહત્વ સમજીશું તો જ ગૌમાતાનું મુલ્ય સમજમાં આવશે. ગૌમાતાનું પંચગવ્ય દૂધ, દહી, ધી, ગૌમુત્ર અને ગોબર, પર્યાવરણ રક્ષાના ઉતમ ઘટકો છે. ગાયનું દૂધ અમૃત છે. દૂધ, પીવાથી ડાયાબીટીશ, હૃદયરોગ, પક્ષઘાત, કેન્સર માનસિક, મગજ અને જીવન શૈલીના બદલાવના કારણે થતા ટેન્શનના રોગો ઘટશે. એટલી દવા અને કેમીકલની આડઅસરો ઘટશે.

ગાયનું ઘી શ્રેષ્ઠ અને ગુણકારી ઔષધિ છે. ગાયના ઘીના દીપ કે હવનથી એસીટીલીક એસીડ, ફોર્માલ્ડીહાઇડથી માંડી અનેક વાયુઓ ઉત્પન થાય છે જે પર્યાવરણ શુધ્ધિનું અને ઓઝોન થર બચાવવાનું તથા કાર્બન ડાયોકસાઇડ ઘટાડવાનું કામ કરે છે.

ગૌમૂત્ર એન્ટી બેકટીરીયલ, એન્ટીવાઇસ, એન્ટી કેન્સર ગુણો ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.