Abtak Media Google News

બુથવાઈઝ વોટસઅપ ગ્રુપ અભિયાન, વર્ચ્યુઅલ રેલીઓ, વીડિયો કોન્ફ૨ન્સ સંમેલન, ઘ૨-ઘ૨ સંપર્ક અભિયાન સહિતના કાર્યક્રમોને આખરી ઓપ આપતા કમલેશ મિરાણી

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ્ પૂર્ણ થયું છે. આ સંદર્ભમાં શહે૨ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોની વણઝા૨ યોજાશે.

તે અંતર્ગત વધુ માહિતી આપતા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા,  રાજુભાઈ બોરીચાએ જણાવેલ કે શહે૨ ભાજપ દ્વારા નિશ્ર્ચિત કરેલા કાર્યક્રમોની જાણકારી વધુને વધુ કાર્યર્ક્તાઓ અને લોકો સુધી પહોચાડવા માટે દરેક બુથ સ્તરે આગામી તા.૪ થી ૧૦ જૂન દ૨મ્યાન વિશેષ અભિયાન દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવવામાં આવશે. તેમજ તા. ૮ થી ૧૭ જૂન દ૨મ્યાન વર્તમાન સંજોગો અને પિ૨સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ ડિજીટલ માધ્યમથી મોટ સંખ્યામાં વર્ચ્યુઅલ રેલીઓનું આયોજન ક૨વામાં આવશે. તા.૮ જૂન: ઉત૨ ઝોન, તા.૧૧ જૂન: સૌરાષ્ટ્ર ઝોન, તા.૧૪ જૂન: દક્ષિણ ઝોન, તા.૧૭ જૂન: મધ્ય ઝોન વર્ચ્યુઅલ રેલીઓનું આયોજન ક૨વામાં આવશે. આ કાર્યક્રમમાં ધાર્મિક અને સામાજીક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓને જોડવામાં આવશે.

તેમજ તા. ૭ થી ૨૮ જૂન દ૨મ્યાન પાર્ટી, તમામ મો૨ચાઓ, સાંસદો અને ધારાસભ્યો દ્વારા દરેક જિલ્લા/ મહાનગ૨માં સમાજ અને સમૂહમાં સ૨કા૨ની ઉપલબ્ધિઓ અને અન્ય વિષયો લોકો સુધી પહોંચાડવાના હેતુથી વિડીયો કોન્ફ૨ન્સનું આયોજન  ક૨વામાં આવશે.

આ ઉપરાંત તા.૧પ થી ૨૮ જૂન દ૨મિયાન વડાપ્રધાન દ્વારા લખાયેલ પત્ર આત્મનિર્ભ૨ ભા૨તનો સંકલ્પ, વિશ્ર્વ કલ્યાણ માટે ભા૨તની ભૂમિકા, કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા માટે જરૂરી ઉપાય તેમજ તંદુ૨સ્ત ૨હેવા માટે સારી આદતોના સંકલ્પના આહવાનકને દેશના દ૨ કરોડ ઘરો સુધી પહોંચાડવા માટે ઘ૨- ઘ૨ સંપર્ક અભિયાન યોજવામાં આવશે. તે અંતર્ગત રાજકોટ મહાનગ૨માં દરેક બુથમાં ઘ૨-ઘ૨ સંપર્ક અભિયાન દ૨મ્યાન પિ૨વારો અને ધાર્મિક તેમજ સામાજીક આગેવાનોનો સંપર્ક ક૨વામાં આવશે, સાથો સાથ માસ્ક તેમજ સેનેટાઈઝ૨ વિત૨ણ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.