Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતત્ત્વમાં બહુચરાજી ખાતેથી ગૌરવ યાત્રાનો પ્રારંભ, યાત્રા કચ્છ ખાતે માતાના મઢે  પુર્ણ થશે : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરાવ્યું યાત્રાનું પ્રસ્થાન

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં યોજાનાર ગૌરવ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. યાત્રામાં ગુજરાતની જનતા જનાર્દનને ગૌરવ પુર્ણ વિકાસના કાર્યોની માહિતી આપવામાં આવી. આજથી શરૂથતી આ યાત્રા બહુચરાજી મંદિરથી માતાના મઢ કચ્છ પુર્ણ થશે. આ યાત્રાને પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ કરાવ્યું. આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રીઓ પુરષોત્તમભાઇ રૂપાલા, દાનેવ રાવસાહેબ દાદારાવ તેમજ પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજયનામંત્રી રૂષિકેષભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા થકી માં બહુચરાજીના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ગૌરવ યાત્રા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નથી. આ યાત્રા નિકાળનાર ભાજપ હોઇ શકે, આ ગૌરવ યાત્રા માત્ર ગુજરાતની નથી.આ ગૌરવ યાત્રા ભારતના ગૌરવને સ્થાપિત કરતી યાત્રા છે. આજે દેશ આત્મ નિર્ભર, વોકલ ફોર લોકલ,વિકસીત ભારત બનાવવા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે ઉચાંઇ પર જઇ રહ્યુ છે તે યાત્રાની ગંગોત્રી ગુજરાત છે. ગુજરાતે દેશને સાધુ સંતો, સામાજીક સુઘારકો,પ્રખર નેતાઓ આપ્યા.આ ગૌરવ યાત્રાથી ગુજરાતનો એક એક નાગરીક ગૌરવવાંતીત થશે. રાજકીય નેતા કેવી રીતે પ્રદેશ અને દેશની તસ્વીર બદલે તેનું જીવતું ઉદાહરણ આપણે ગુજરાતથી જોયુ છે અને હવે દેશની વિકાસ યાત્રા જોઇ રહ્યા છે.

નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ભાઇને ભાઇથી લડાવ્યો. જ્યા પાણી જોઇતુ હતું ત્યા પાણી ન આપ્યુ. જે વિકાસની યાત્રા ચાલતી તેને અટકાવાનો પ્રયાસ કર્યો.આજે સમય તો જુઓ કોંગ્રેસ આજે અટકેલી,ફસાયેલી અને ભટકેલી છે. એક બાજુ મમતાએ નેનો પ્લાન્ટને ના પાડી દીધી તો બીજી બાજુ આપણા ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ  નેનો પ્લાન્ટનુ ગુજરાતમાં સ્વાગત કર્યુ. કોરોના મહામારીથી દેશને વડાપ્રઘા નરેન્દ્રભાઇ મોદી સાહેબે બચાવી લીધું. પહેલા કોંગ્રેસની સરકારમાં દિવસભર નેશનલ હાઇવે માત્ર 12 કિ.મી બનતા પરંતુ આજે 37 કિ.મી બને છે. એક સમયે દેશમાં રેલ લાઇન એક વર્ષમાં 375 કિ.મી બનતી આજે 1458 કિ.મી રેલા લાઇન બને છે. એક સમયે 27 હજાર કરોડ એગ્રી કલ્ચરનું બજેટ હતું આજે એક લાખ 24 હજાર કરોડ બજેટ છે. દેશના ખેડૂતોને કિસાન સમાન નિધી મળે છે. પહેલા એક પ્રઘાનમંત્રી કહેતા કે હું એક રૂપિયા મોકલુ તો તે 85 પૈસા ક્યા જાય છે તે ખબર નથી  આજે મોદીજી 11 કરોડ ખેડૂતોને તેમના ખાતમાં 2-2 હજાર રૂપિયા સીધા જમા કરાવે છે. પાછલા 21 વર્ષમાં ગુજરાતની તસ્વીર બદલાઇ છે. આજે ગુજરાત સ્ટાર્ટ અપમાં,સોલર,ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ,પાવર એનર્જી,સર પ્લસ પાવર,શિક્ષણ,હેલ્થમાં ગુજરાત આગળ છે.

પહેલા ખેડૂતો 50 કિલોની બેગ લઈ ખેતરમાં જતા, હવે 500 મિલીની બોટલ લઈને જાય છે : પુરષોત્તમ રૂપાલા

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાજીએ સંબોધન કરતા જણાવ્યું કે,  પહેલા આ વિસ્તારમાં ગાંડા બાવળના વૃક્ષો જોવા મળતા પરંતુ આજે આ વિસ્તારમાં ઓટો ઇન્ડસ્ટ્રી આવવાથી આ વિસ્તાર મોંઘો બન્યો છે. મારૂતીનો પ્લાન્ટ અંહી આવવાથી રોજગારી વધી.ગુજરાત આજે નેનો કારથી લઇ નેનો યુરિયાનું સાક્ષી બન્યું છે. કલોલમાં નેનો યુરિયાનું પ્રોડકશન શરૂ થઇ ગયું છે. ખેડૂતોને પહેલા ખંભે 50 કિલોની બેગ લઇ ખેતરમાં જતા હતા તેના બદલે હવે ખીસ્સામાં 500 એમ.એલની બોટલ લઇ ખેતી કરવા જઇ શકાય એવી ક્રાંતીકારી શોધ થઇ છે. દેશનું કરોડો રૂપિયાનું હુંડિયામણ બચી શકશે.

કોરોના પછી પણ ગુજરાત નાણાકીય વ્યવસ્થામાં નંબર વન : ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબેના માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે વિકાસના પાયા નખાયા છે.

દેશમાં આવેલ કોરોના મહામારીમાં દેશનો કોઇ ગરીબ ભૂખ્યો ન સુવે તેના માટે પણ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ચિંતા કરી અને 80 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ આપવાની વ્યવસ્થા કરાવી. કોરોના પછી પણ ગુજરાત નાણાકીય વ્યવસ્થામાં નિતિ આયોગ પ્રમાણે આજે નંબર વનની પોઝીશન પર છે. વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ,રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં આવનાર ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રયાસ કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.