Abtak Media Google News

૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રોબોટીક પ્રોજેકટસ પ્રદર્શિત કરાયાં

જીનિયસ ગુ્રપની શાળાઓમાં વૈજ્ઞાનિક શિક્ષણ પદ્ધતિઓ અપનાવીને સમયની માંગ અનુસાર શૈક્ષણીત વિષયો અને પ્રવૃતિઓને અભ્યાસક્રમમાં સાંકડી તેમના વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા માટે હરહંમેશ પ્રયત્નશિલ રહે છે.આપણે જાણીએ છીએ તેમ આવનાર સમય રોબોટિક યુગનો છે. તે માટે બાળકોને નાની વયથી જ આ વિષયોમાં રસ જાગે તે માટે રોબોફન લેબ ટીમ અને ટીમ બ્લુ લીઝાર્ડ દ્વારા જય ઈન્ટરનેશનલ સ્કુલ અને જીનિયસ ઈંગ્લીશ મિડિયમ સ્કુલના સહયોગથી ગત શનિવારે આગામ સ્ટેમ અને રોબોટીકસ પ્રતિયોગીતાનું આયોજન જીનિયસ સ્કૂલના કેમ્પસ પર આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રતિયોગીતાને વયજુથ મુજબ એનજી એફીશ્યન્ટ રાજકોટ (ઉર્જા કાર્યક્ષમ રાજકોટ)અને ટ્રાફીક વૃસ ફી રાજકોટ  (ટ્રાફીક સમસ્યા મુકત રાજકોટ) એમ બે વિભાગમાં વહેંચવામાં આવી હતી.આ પ્રતિયોગીતામા રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી ૨૦ થી વધુ શાળાઓના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એનર્જી એફીશ્યન્ટ રાજકોટ અને ટ્રાફીક વૃસ ફી રાજકોટ વિષય ઉપર પોતાના કલ્પના શકિત અનુસાર પ્રોટોટાઈમ ઈનોવેટીગ વક્રિંગ મોડેલના વિવિધ પ્રોજેકટસ રજુ કર્યા હતા.

આગામ સ્ટેમ અને રોબોટીક કોમ્પીટીશનમાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રોજેકટને જજ કરવા નિર્ણાયક તરીકે આર.કે.યુનિવર્સીટીના ડીન પ્રો.નિલેશભાઈ કાલાણી, મારવાડી એન્જીનિયરીંગ કોલેજના એચઓડી, રાજેન્દ્ર કુમાર પટેલ, સૌરાષ્ટ્ર યુનિ.ના ફિઝીકસ ડીપાર્ટમેન્ટના એચઓડી મહેશભાઈ જીવાણી જીઈસી ના પ્રો પુનિતભાઈ લાઠિયા અને પ્રિમીયર સ્કૂલના પ્રો મુકેશભાઈ તિવારી ઉપસ્થિત હતા.વિદ્યાર્થીઓ રજૂ કરેલ આ તમામ પ્રોજેકટમાં તેમના મેન્ટર સુરેશ સવલાણી અને શ્રુતી વ્યાસે સતત વિદ્યાર્થીઓ સાથે રહીને તેમને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.