Abtak Media Google News

જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા રવિવારને તા. ૧ર જુલાઇ ના રોજ સવારે ૧૧ કલાકે જાણીતા વિચારક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય સહ સંપર્ક પ્રમુખ રામલાલજી દ્વારા ભારતને સ્વાવલંબી બનાવવામાં ભારતીય તરીકે આપણી ભૂમિકા વિષયને લઇને સ્વદેશી ભારત, સ્વાવલંબી ભારત ઔર હમારી ભૂમિકા, વિષય ઉપર વાર્તાલાપ અને માર્ગદર્શક વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચા અને માર્ગદશનનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક  પેઇજના માઘ્યમથી લાઇવ પ્રસારીત કરવામાં આવશે.

Advertisement

જીનીયર  ઇન્સ્ટીટયુશન્સના ચેરમેન ડી.વી. મહેતાનું માનવું છે કે હાલનો સમય ભારતને સ્વાવલંબી અને આત્મ નિર્ભર બનવા માટે શ્રેષ્ઠ તબકકો પુરવાર સાબિત થઇ શકે તેમ છે. આ માટે દરેક નાગરીકે આપણા નાના મોટા ઉઘોગ, ગૃહ ઉઘોગ, ઉત્પાદનો અને કારીગરોને પ્રોત્સાહિત કરી સ્વદેશી બનાવટો અપનાવીને ભારતને આથીંક રીતે સ્વાવલંબી બનાવવામાં યથાયોગ્ય સહકાર આપવો જોઇએ. આ વિષય ઉપર આપણને માર્ગદશીત કરવા અને સંવાદ માટે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના પ્રચારક રામલાલજીને ઓનલાઇન વકતવ્ય માટે આમંત્રીત કરવામાં આવ્યા છે.

આ ઓનલાઇન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.