Abtak Media Google News

શહેરી યુવાઓ ગ્રામીણ કલા પ્રત્યે આકર્ષાય તે માટે મેળાનીથીમ – ડિઝાઇન અને કલાત્મક સ્ટ્રક્ચર આર્કિટેક્ચર ટીમ દ્વારા તૈયાર કરાયું

હસ્તકળા મેળો માત્ર મનોરંજન કે પ્રદર્શનનું માધ્યમ ના બની રહેતા તેનાથી કંઈક વિશેષ માહિતી, જ્ઞાન અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તેમજ કલાકારોની કારીગરીથી લોકો માહિતગાર થઈ તેમને બિરદાવે તે જરૂરી હોઈ વહીવટી તંત્ર દ્વારા મેળાને ખાસ લુક આપવા તેમજ માહિતી આપતા પ્રિન્ટ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Hastkla Theme Decoration 8

કુલ ૨૭પ્રકારની ભાતીગળ હસ્તકલાના સંવર્ધન અને કારીગરોને રોજીરોટી મળી રહે તે માટે હસ્તકલા વિભાગ દ્વારા આ પ્રકારે મેળાઓનું આયોજન કરવામાં આવે છે, ત્યારે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં પ્રવેશતા જ તમે કોઈ વડોદરાની ફાઈન આર્ટ્સ કોલેજના કે અમદાવાદના પ્રદર્શનમાં પહોંચી ગયા હોઈ તેવી અનુભૂતિ થાય છે.

Hastkla Theme Decoration 1

મેળામાં પ્રવેશતા જ  ઢોલક અને સરણાઈની સુંદર ધૂન દ્વારાસ્વાગત કરવામા આવે છે. સામે જ  વિશાળ  ’ગુજરાત કલા મેપ’ નિદર્શીત કરે છે વિવિધ ગામ-શહેરની કળાકારીગીરીની વિષેશતા. સેન્ટર પેવેલિયનમાં જુદી જુદી કલાને લાઈવ પ્રસ્તુત કરતા વિશેષ ડિઝાઇન સાથે તૈયાર કરેલ ધ્યાનાકર્ષક હાટ… દૂરથી જ ખ્યાલ આવે કે આ હાટમાં શું જોવા જાણવા મળશે? બામ્બુની પ્રોડક્ટ સેલ કરતા હાટમાં ૧૦૦ થી વધુ બામ્બુની ગોઠવણ, મડ-મિરર કામગિરી હાટને હારબંધ મિરરના તોરણ, માટી કામ હાટને વિશાલ નાંદ, હાથવણાટ કલા માટે થ્રેડ બેઝ હાટ, કલર અને પેન યુક્ત વર્કને રિપ્રેઝન્ટ કરતા વિશાલ હાથ અને થ્રેડનું કોમ્બિનેશન, ચર્મ કલા હાટને  લેધરમાંથી બનાવેલ હવામાં લહેરાતા વિશાળ રંગીન સિલિન્ડર કે ભરત ગુથણ કળાકારીગીરી માટે રંગબેરંગી છત્રીઓથી તૈયાર કરાયેલ હાટ જાણે કોઈ અદભૂત નગરમાં આવી પહોંચ્યા હોઈ તેવી અનુભૂતિ આપે. ખાદી વણાટ સાથે સંકળાયેલા પેવેલિયનમાં ગાંધીજીની વિશાળ પ્રતિકૃતિ કે સેલ્ફી ઝોન ખાસ યુવાઓને આકર્ષે તે રીતે તૈયાર કરાયા છે. અને હા વિરામ માટે બોક્સની હારબંધ ગોઠવણ સાથે ખાસ બેઠક વ્યવસ્થા સુંદર આર્કિટેક્ચરની કમાલ બતાવે છે.

આ મેળો માત્ર પ્રદર્શન કે વેચાણ પૂરતો સિમિત ના બની રહે પરંતુ માહીતિપ્રદ બની રહે તે માટે બે ખાસ થીએટર બનાવવામાં આવ્યા છે, જેમાં ફિલ્મ શો દ્વારા હસ્તકલાની માહિતી પુરી પાડવામાં આવે છે. દરેક કળાની ખાસ ખૂબી, સંસ્કૃતિ અને કલાકરોની માહિતી આપતી ડોક્યુમેન્ટરી ઈન્ડેક્ષ -સી દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે મેળામાં વિવિધ જગ્યાએ એલઈડી સ્ક્રીન પર ટૂંકી ડોક્યુમેન્ટરીનું નિદર્શન ચાલતા ચાલતા માહિતી પુરી પાડે છે.

Hastkla Theme Decoration 2

મેળાની થીમ ડિઝાઈનર બ્રિન્દા શાહ અને તેની ટીમે ખાસ જહેમત ઉઠાવી છે. આખો પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર કરાયો તેમ પૂછતાં બ્રિન્દાબેન જણાવે છે કે, સૌ પ્રથમ તો અમે વિવિધ કલાનું વર્ગીકરણ કર્યું. વીવિંગ, ડાઇંગ, પેન્ટિંગ, એમ્બ્રોઇડરી જેવા ટેક્સટાઇલ અને લાકડું, ચર્મ, માટી, મેટલ અને સીરામીક પ્રકારના નોન ટેક્સટાઇલ વિભાગનું વર્ગીકરણ કર્યું. તેમાં કરવામાં આવતી પ્રોસેસ અને મટીરીયલ્સ અનુરૂપ હાટ ને વિશેષ ઓળખ મળી રહે તે માટે થીમ તૈયાર કરવામાં આવી. સૌપ્રથમ લેઆઉટ, ડિઝાઇન, ૩-ડી મોડેલિંગ, ઓનસાઇટ તેમજ ઓફ સાઈટ વર્ક અને ત્યારબાદ ડિઝાઇન મુજબ ગોઠવણ કરવામાં આવી છે. જેમાં ૨૦ થી વધુ આર્કિટેક્ચર અને વિધાર્થીનો તેમજ વિવિધ વિભાગ દ્વારા જરૂરી માહિતી માટે સહયોગ મળ્યાનું તેઓ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.