Abtak Media Google News

દેશમાં પેટ્રોલ-ડીઝલના વાહનોનો આદર્શ વિકલ્પ બને તેવા ઈલેકટ્રીક વાહનોનો યુગ આવી રહ્યું છે.

પેટ્રોલ-ડીઝલના વાહનો સામે આદર્શ વિકલ્પ બનનારા ઈલેકટ્રીક વાહનોની ખરીદી ને પ્રોત્સાહીત કરવા સરકાર ઈલેકટ્રીક વાહનો માટે સરળતાથી મળે તે માટેની તૈયારીઓ કરી રહી છે.

સરકારે તમામ પ્રકારનાં ઈલેકટ્રીકવાહનોની રીક્ષા અને ઈ ઓટો સહિતના વાહનો લોકો સરળતાથી ખરીદી શકે તે માટે બેંકોને ધિરાણના નિયમો સરળ બનાવવા આદેશો કર્યા છે. વડાપ્રધાન કાર્યાલયે ધિરાણ સંસ્તાઓને ઈલેકટ્રીક વાહનોની લોન સુવિધા સરળ બનાવવા અને મહેસુલ વિભાગને ઈલેકટ્રીક વાહનોના ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે વધારાની કર રાહતોનાં પગલા લેવાનું જણાવ્યું છે. પ્રથમ તબકકામાં ગ્રાહકોને ઈ -વાહન ખરીદવા માટે ઓછામાં ઓછુ ડાઉન પેમેન્ટ વિવિધ કંપનીઓને ઈલેકટ્રીક વાહનોનાં ઉપયોગ બદલ ખાસટેક્ષ મૂકિત અને દેશમાં ભારે વાહનોમાં પણ ઈ વાહનોનો ઉપયોગ વધે તેવી જોગવાઈ માટે સરકાર ગંભીર બની છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના વપરાશથી વધતુ જતુ તાપમાન અને પ્રદુષણની સમસ્યા માટે હવે ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ દેશ માટે અનિવાર્ય બન્યું છે.

વડાપ્રધાન કાર્યાલયના નિર્દેશ હેઠળ દેશમાં ઈ વાહનોનો ઉપયોગને પ્રોત્સાહન આપવામા આવી રહ્યું છે. વડાપ્રધાનના મુખ્ય સચિવ નિપેન્દ્ર મિશ્ર એ દેશમાં બેટરીથી ચાલતા વાહનો માટે વ્હીકલ વાહન ચાર્જીંગ સ્ટેશન અને સાથે સાથે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા માટે સી.એન.જી.નાં સ્ટેશનો ખોલવાની હિમાયત કરી છે.

નવી દિલ્હી જેવા મોટા શહેરોમાં વસ્તીની સાથે સાતે વધતા જતા વાહનોની સંખ્યા હવે ભયજનક રીતે વધી ચૂકી છે વાતાવરણમાં પ્રદુષણનું સ્તર દિવસે દિવસે બે કાબુ બની રહ્યો છે. પ્રદુષણ ઘટાડવા દિલ્હી સરકારે વાહનોનું વપરાશ નિયંત્રીત કરવા એકી બેકીનાં ધોરણે વાહનોની રોડ ઉપરની સંખ્યા ઘટાડવા અને નવા વાહનો ઉપર ટેક્ષ, જુના વાહનોની પંદરવર્ષની આયુષ્ય મર્યાદા જેવા પગલાઓ લીધા છે. ત્યારે સરકાર હવે ઈલેકટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે વાહનની ખરીદીમાં પ્રોત્સાહન અને અનેક રાહતોની જાહેરાત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.