વેક્સિન લો, સનત લઈ જાવ… લોધિકામાં ડે. મામલતદારનો નવતર પ્રયોગ

પ્રજાલક્ષી કામગીરીમાં લોધિકા તાલુકાને અવ્વલ નંબર અપાવતા ડેપ્યુટી મામલતદાર આર.એસ. લાવડીયા

બંધ NFA કાર્ડ ચાલુ કરી અનાજ વિતરણ વ્યવસ્થા સહિતની પ્રસંસનીય કામગીરી હાથ ધરી

અબતક, બીએમ ગોસાઇ

મેટોડા

લોધીકા તાલુકાની મામલતદાર કચેરીમા ડેપ્યુટી મામલતદારની પોસ્ટ ઉપર બેઠેલા આર.એસ.લાવડીયાએ એક અધિકારી તરીકેની તેમની ફરજની સાથે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે જેમાં અધિકારી તરીકેની ફરજ દરમિયાન લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તેને કોવિડ-19 ના સમય દરમિયાન લોધીકા તાલુકાના કોઠાપીપળિયા ગામના સરપંચ સંજયભાઈ અમરેલીયા સાથે મળીને રાજા સાહી વખતના રાવડા હકના મકાનો વાડાઓની સનત આપવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો કે કોઠાપીપળિયા ગામના તમામ લોકો વેક્સિન લેશે તો વેક્સિન ડોઝ લો અને સનત લય જાવ આ પ્રયોગ તેમનો સફળ રહેલ અને તે સમયમાં લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઠાપીપળિયા 100 ટકા વેક્સિન લેવામા પ્રથમ ગામ બન્યું તેમજ જેમના ગઋજઅ કાડે બંધ હતા તે ચાલુ કરી દીધા જેમાં. ખીરસરાના 93 રાશનકાર્ડ તેમજ હરીપર પાળ ના 70 ઉપર ના રાશનકાર્ડ કોઈ પણ પ્રકારના સોગનદ નામા કે આવકના દાખલા વગર સ્થળ ઉપર ચાલુ કરી તેજ દિવસે હરીપર પાળ તેમજ ખીરસરા ગામે અનાજ વિતરણ વ્યવસ્થા કરી આપી એક અધિકારી તરીકે ફરજના ભાગરૂપે માનવતા નું ઉદાહરણ પૂરું પાડેલ તેવીજ રીતે લોધીકા તાલુકા રેવન્યુ વિભાગના કમેચારીઓ સાથે મળીને માગેદશેન અપીને 2280 NFSA રાશનકાર્ડ ચાલુ કરી શ્રેષ્ઠ કામગીરીનું લોધીકા તાલુકાને બીરૂદ અપાવ્યું.  કોઠાપીપળિયામાં ભરવાડ સમાજની 11 વર્ષની દિકરીના માતા પિતા ન હોવાથી તે તેના મોટાબાપુ સાથે રહેશે મોટાબાપુ આ દિકરીનો  પાલક પીતા તરીકે ઉછેર કરી રહેલ હોય  પાલક પિતા સાથે રહીને અભ્યાસ કરતી દિકરીને સામાજ કલ્યાણ ખાતાના અધિકારીને મળીને પાલક પીતા સહાય યોજના અંતર્ગત દિકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહીને રૂપિયા 3000 ની સહાય શરૂ કરાવી માનવતાનુ ઉદાહરણ પૂરું પાડેલ કોરોના સામે રક્ષણ મળી રહે તેવા આશયથી  લાવડીયાએ તેમના  પગારની 20 ટકા રકમાથી થીલેર માસ્ક પીપીઇ કિટ સેનિટાઇઝ ફેસ સિલડની ખરીદી કરી લોધીકા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ લોધીકા તાલુકાના ખીરસરા ગામે વસતા વિચરતી વિમુક્ત જાતિના મદારી પરીવારને અનાજથી લઈને આધાર કાર્ડ આપવા સુધીની કામગીરી લોધીકા તાલુકા મામલતદાર સાથે મળીને કરી આપેલ.

લોધીકાની 91.18 ટકા NFSA આધાર સીટીગની કામગીરી રાત દિવસ એક કરીને પૂર્ણ કરી લોધીકા તાલુકાને આધાર સિટીગમા રાજકોટ જીલ્લા મા પ્રથમ નંબર અપાવેલ તેમજ લોધીકા તાલુકા માં 30 મીનિટમા રાશનકાર્ડ અન્ન સલામતી સુરક્ષા કાયદા હેઠળ ગરીબો ને 1190 કલાક મા 2290 રાશનકાર્ડ કાઢી આપી લોકોને હક્કનું અનાજ અપાવવામાં મહત્વનો ફાળો ડેપ્યુટી મામલતદારનો રહેલ છે તે ઉપરાંત  મામલતદાર કચેરી મા વૃક્ષો વાવી ઉછેર તેમજ ફુલોના કુંડા મુકી કચેરીને એક નવું રંગ રૂપ આપી એક કુદરતી વાતાવરણ ઉભું કરેલ છે. આવા અધિકારીની નિમણૂક ખરેખર તાલુકાની જનતા માટે સરકારનું એક સરાહની પગલું ગણીશકાય પ્રજા લક્ષી કામગીરી માટે શ્રેષ્ઠ અધિકારી કહી શકાય આવા અધિકારીનીની હાજરીએ સરકારના પારદર્શક વહીવટનુ ઉદાહરણ પૂરું પાડે છે