Abtak Media Google News

બે કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે: આઈએમએ

કોરોના સામે જંગ લડવા માટે સરકારના આહવાન બાદ જામનગરના ખાનગી તબીબો પણ મેદાનમાં આવ્યા છે. જામનગરમાં કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે બે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથો સાથે ૪૦ બેડની હોસ્પિટલ અને ડેડીકેટેડ આઈસીયુની પણ શરૂઆત કરાશે તેમ જામનગર આઈએમએના પ્રમુખ ડો.દુધાગરાએ જણાવ્યું હતું.

Advertisement

જામનગર શહેર તેમજ જિલ્લામાં કોરોનાની મહામારી દિન-પ્રતિદિન કૂદકે ને ભૂસકે વધી રહી છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જેથી સરકાર દ્વારા ખાનગી તબીબોને પણ આ યુદ્ધમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેના પગલે જામનગરમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન જામનગર દ્વારા તાત્કાલિક ધોરણે કોર કમિટીની બેઠક મળી હતી.

આ બેઠકમાં કોરોના સામેના જંગમાં ખાનગી તબીબોએ પણ ઝંપલાવવાની અને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અન્વયે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન જામનગરના પ્રમુખ દુધાગરા એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી બે કે ત્રણ અઠવાડિયામાં જામનગર ખાતે પણ બે જેટલા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવશે સાથે જ ૧૫ થી ૪૦ જેટલા બેડની હોસ્પિટલ તથા ડેડીકેટેડ આઈસીયુની પણ શરૂઆત કરવામાં આવશે જેથી જે કોઈપણ દર્દી કોરોનાગ્રસ્ત થયા બાદ ખાનગી તબીબ અને હોસ્પિટલમાં સારવાર મેળવવાની ઈચ્છા રાખતો હશે તેને જામનગર ખાતે જ સારવાર મળી રહેશે સાથે સાથે જી જી હોસ્પિટલ પર વધારાનો બોજ પણ આ હોસ્પિટલ કાર્યરત હતા અમુક અંશે ઓછો છે તેમ ડો.દુધાગરાએ જણાવ્યું હતું.

કોરોનાની સારવાર માટે ૪૦ બેડની ખાસ હોસ્પિટલ તૈયાર કરાશે: ડો.દુધાગરા

Dr. Dudhagar

ડો.દિનકર સાવરીયા શું કહે છે?

Dr. Dinkar

કોરોનાથી બચવા માટે કેવા પગલા લઈ શકાય તે અંગે ડો.દિનકર સાવરીયાએ વાતચીત કરી હતી. જામનગરમાં દિન પ્રતિદિન વધી રહેલી કોરોનાની મહામારી અનેક લોકોનો ભોગ લઇ ચુકી છે અને સ્થાનિક સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે. ત્યારે ‘અબતક’ દ્વારા આ મહામારી સામે ઝઝૂમવા લોકો એ કેવા પગલાંઓ લેવા?? મહામારીને અટકાવવા શુ કરવું?? આ મહામારીના પ્રાથમિક લક્ષણો કઈ પ્રકારના હશે?? આ લક્ષણો પહેલાના લક્ષણો કરતા કઈ રીતે અલગ પડી રહ્યા છે તેની વિગતવાર માહિતી ઇન્ટેનસીવ એક્સપર્ટ ડોક્ટર દિનકર સાંવરિયા પાસેથી મેળવી હતી. જેમાં ક્રિટી સર્જ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર દિનકર સાવરિયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં સવિસ્તાર માહિતીઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.