Abtak Media Google News

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા ગેસ કનેક્શન આપવામાં આવશે

કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. મોદી સરકારે તમામ ગ્રાહકો માટે રાસોઈ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 400 રૂપિયાની કપાત કરવામાં આવી છે. જેના કારણે 33 કરોડ પરિવારોને ફાયદો થશે. હાલમાં ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1100 રૂપિયાની આસપાસ છે, પરંતુ હવે સામાન્ય ગ્રાહકો માટે તે 900 રૂપિયાની આસપાસ હશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોકેમિકલ કંપનીઓએ ઘણી સારી કમાણી કરી છે અને સમગ્ર ખોટ પણ નફામાં ફેરવાઈ ગઈ છે. મોદી સરકારે હવે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને આ ભેટ આપી છે.  એટલું જ નહીં સરકારે 75 લાખ નવા ઉજ્વલા યોજના હેઠળના ગેટ્સ કનેક્શન આપવાની પણ વાત કરી છે.

હાલમાં દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1,103 રૂપિયા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં 400 રૂપિયા આવશે. એટલે કે તેમને સિલિન્ડર માટે 703 રૂપિયા ચૂકવવા પડશે. સામાન્ય ગ્રાહકો માટે દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા હશે. ઘટાડેલી કિંમત આજથી જ લાગુ થશે.માર્ચ 2023માં કેબિનેટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ગરીબોને સ્વચ્છ ઈંધણનો લાભ આપવા માટે સરકારે મે 2016માં આ યોજના શરૂ કરી હતી.

 એલપીજી ગેસ પર સરકારની સબસીડી ઉજ્વલા યોજનાના ગ્રાહકોને જ મળશે.

ભાવ ઘટાડ્યા બાદ કેન્દ્ર સરકારે એ વાતની સ્પષ્ટતા કરી છે કે એલપીજી ગેસના ભાવમાં જે ઘટાડો નોંધવામાં આવ્યો છે તે સબસીડીનો લાભ માત્ર ને માત્ર ઉજ્વલા યોજના ના લાભ લેતા લાભાર્થીઓને જ મળશે અને સરકાર આવનારા દિવસોમાં વધુ 75 લાખ નવા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના કનેક્શનનો આપશે. બીજી તરફ ગેસ ઉત્પાદન કંપનીઓએ જણાવ્યું હતું કે હાલ તેમના માટે ભાવ ઘટાડવો હત્યાના વ્યાજબી નથી ત્યારે આવનારા દિવસોમાં ઉજ્વલા યોજનાના લાભાર્થીઓ સિવાયના લોકો માટે સરકાર ભાવ ઘટાડશે. ઉજ્વલા યોજના હેઠળના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની સિલિન્ડર પર બચત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.