Abtak Media Google News

હોટેલ, રેસ્ટોરન્ટમાં જમવા વાળા સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડશે સીધી અસર

રવિવારે નવા વર્ષના પહેલા દિવસે  જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે.જ્યારે 14.2 કેજી ઘરગથ્થુ ગેસ  સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થતાં તેની સીધી અસર હોટેલ,રેસ્ટોરન્ટ , કાફે તેમજ કેટરિંગના વ્યાપારીઓને તેની અસર વર્તાશે જેને કારણે બહાર જમવા વાળા સ્વાદપ્રેમીઓના ખિસ્સા ઉપર પણ તેની સીધી અસર જોવા મળશે.

આ ભાવ વધારા સાથે, દિલ્હીમાં 19-કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,769 રૂપિયા, મુંબઈમાં 1,721 રૂપિયા, કોલકાતામાં 1,870 રૂપિયા અને ચેન્નાઈમાં 1,971 રૂપિયા થશે. જોકે, સ્થાનિક એલપીજીની કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં.ગત વર્ષે 2022માં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6 વખત ઘટાડો નોંધાયો હતો જ્યારે 4 વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન 2020 થી જૂન 2022 સુધીના બે વર્ષના સયગાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજી ગેસના ભાવમાં 300% ઉછાળો આવ્યો હતો.

જયારે ઘરગથ્થુ ગેસના ભાવમાં 72%નો નોંધપાત્ર વઘારો જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ગરીબ લોકોના લાભાર્થે 4000 કરોડની સબસીડી ફાળવી હતી.ઓઇલ મિનિસ્ટર હરદીપ પુરીએ ગયા મહિને જણાવ્યા મુજબ ખાધ પૂરવા તેમનું મંત્રાલય વધુ ભંડોળ એકઠું કરી રહ્યુ છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવમાં આવ્યો નથી જેને કારણે દેશના ટોચના ત્રણ રાજ્યોમાં રૂ. 21,201.18 કરોડનું નુકશાન જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.