Abtak Media Google News

ગીર ગઢડા તાલુકાના કરેણી ગામમાં નદીના સામા કાંઠા વિસ્તારમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે મસ્જિદનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કરેણી ગામના આગેવાનો તેમજ હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આ બાંધકામ રોકવા માટે આવેદન આપવામાં આવ્યું છે.

ગૌચરની જમીન ઉપર આશરે એક એકર જેટલી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ  કરવામાં આવી રહ્યું છે. ભગવાનભાઈ કુંભા ભાઈ તથા તેમનો પુત્ર પરસોતમ ભગવાનભાઈ અને તેમના સાથી દારો દ્વારા જરૂરિયાત કરતા વધારે જમીન ઉપર દબદબો જમવામાં આવ્યો છે.  જમીન પર દબાણ કરીને વનસ્પતિનો પણ નાશ કરવામાં આવ્યો છે.  બધી જ વનસ્પતિને કાપીને ત્યારબાદ ખેડીને ખેતર લાયક બનાવી નાખવામાં આવી છે.

Screenshot 9 2

આ બંને વ્યક્તિઓ પર સરકારી જમીન સર્વે નં 50 ઉપર ગેરકાયદેસર કબ્જો કરી  સરકારી ગૌચરની જમીન હડપીને ટ્રસ્ટ ઉભુ કરી અને ધર્મનાં નામે મસ્જિદ ઊભી કરી છે તેથી હિન્દુ યુવા સંગઠન અને કરેણી ગામના આગેવાનો દ્વારા ગીર ગઢડા તાલુકાના સેવા સદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. હવે સરકાર દ્વ્રારા આગળ શું નિર્ણયો લેવામાં આવે તે જોવાનું રહ્યું !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.