Abtak Media Google News

વિશ્વમાં એકમાત્ર ગીરના જંગલમાં જ અસ્તિત્વ ધરાવતા એશિયાટીક સિહોની રક્ષણ, સ્વરક્ષણ અને વસ્તી વધારવાની પરિસ્થિતિ ગીરમાં બહુ જ સારી હોવાના દર પાંચ વર્ષે યોજાતી સિંહ વસ્તી ગણતરીમાં સંતોષકારક આંકડાઓથી દર વખતે વધુને વધુ પ્રબળ બનતી જાય છે, આ વખતે કોરોના કટોકટીના પગલે વસ્તીગણતરીના બદલે પૂનમના સિંહાવલોકનના આંકડાઓમાં પણ સિંહોની વસ્તી વધી હોવાના અંદાજ જાહેર કરવામાં આવ્યા છે, તેની સામે ખમ્મા ગીર સંસ્થાના સંયોજક અને આરટીઆઇ એક્ટિવિસ્ટ નરેન્દ્ર મોજીદરા એ કેટલાક પ્રશ્નો ઉભા કરીને સિંહોની વસ્તી વધારાની આ દાવાની ખરાઇ કરવા આહવાન કર્યું છે.

નરેન્દ્રભાઈએ ઉઠાવેલા સવાલોમાં જે રીતે દર પાંચ વર્ષે સિંહોની વસ્તી વૃદ્ધિનો આંક જાહેર કરવામાં આવે છે તેના આંકડા અને વર્તમાન વસ્તી વધારાના દાવાને કોઈ તાળો મેલ થતો નથી.

ખમ્મા ગીર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાકીય પ્રકરણમાં પૂનમ અવલોકનમાં આ વર્ષે જાહેર કરવામાં આવેલા આંકડાઓ ભ્રામક પ્રચાર હોવાનો આક્ષેપ કર્યો છે, ખરેખર તો સિંહોના જન્મ કરતા અકુદરતી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે તેમ જણાવી, પાંચ વર્ષમાં મૃત્યુ કેટલા થયા છે તેનો કોઇ સ્પષ્ટ ઉલ્લેખ ન થયો હોવાની પણ મોજીદરાં દ્વારા શંકા વ્યકત કરવામાં આવી છે.

મોજીદરાના વધુમાં જણાવ્યું અનુસાર વન વિભાગના આંકડા મુજબ સને ૨૦૦૧ માં સિંહનો વૃદ્ધિ દર ૭.૫ ટકા ૨૦૦૫ માં ૯.૭% એટલે કે ૨.૨ ટકા વૃદ્ધિ થઈ હતી, ૨૦૦૫ થી ૨૦૧૦ ના ગાળામાં ૪.૭  ટકાનો સિંહ વૃધ્ધિ દર થયો હતો, વળી ૨૦૧૦ થી ૨૦૧૫ માં ૧૨.૭૭ ટકા વૃદ્ધિ દર વન વિભાગના આંકડો ઉપરથી મળી રહ્યા છે ત્યારે ૨૦૨૦ ના પૂનમ સિંહ અવલોકનમાં  ૨૮.૮૭ ટકાનો વધારો સૂચવવામાં આવ્યું છે, જેમાં સિંહનો જન્મ દરનો ફરક માત્ર ૧.૬૨ ટકા ગણાય તો આટલો મોટો આંકડો થયો કેમ ?

સિંહોના અપમૃત્યુના આંકડાઓના આઘારે જો જોવા જઈએ તો સિંહોની સંખ્યા જેટલો દાવો થાય છે તે વાસ્તવિક આંકડો ન હોય તેવો આક્ષેપ કરીને નરેન્દ્ર ભાઈ મોઝિદરાએ પૂનમ અવલોકનના આંકડાઓ ભરામક ગણાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.