Abtak Media Google News

ભાવનગરનો બનાવ: તબીબોનું મહેનત રંગ લાવી

એક બાળકએ રમતા રમતા કુકરમાં માથુ નાખી દેતા માથુ નાખી દેતા માથુ ફસાઇ ગયું હતું. સર ટી. હોસ્પિટલના તબીબોએ કુનેહ વાપરી કુકરને બહાર કાઢી બાળકીનો જીવ બચાવી લીધો હતો.

Advertisement

અત્રે મળતી માહિતી મુજબ અત્રે પીરછકલા શેરીમાં રહેતા ધાર્મિકભાઇ વાળા ધાર્મિકભાઇ વાળાની એક વર્ષથી પુત્રી પ્રિયાંશી પોતાના ઘરે કુકર લઇ રમતી હતી. રમતા રમતા કુકરને પોતાના માથા પર મુકતા કુકરમાં માથુ સલવાઇ ગયું હતું.

આથી તેણે બૂમા બૂમ કરી મુકી હતી. પરિવારજનો દોડયા અને કુકરમાંથી માથુ બહાર કાઢવા પ્રયાસો કર્યા હતા પણ માથુ બહાર નીકળ્યું નથી. આથી પ્રિયાંશીને તુરત જ સર ટી હોસ્પિટલે લઇ જઇ તાત્કાલીક સારવાર વિભાગમાં બાળ રોગ નિષ્ણાંત ડો. મેહુલ ગોસાઇ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખીલેશ્વર, એડમીન હાર્દિકભાઇ ગાથાણી વગેરેએ સધન પ્રયાસો કર્યા હતા. તબીબોએ બાળકના પલ્સ, ઓકિસજન  લેવલ વગેરે ચેક કરી ૪પ મિનિટના  અંતે બાળકના માથામાંથી કુકર કાઢવામાં સફળ થયા હતા. બાળકીને ઇજા ન થાય તે રીતે કુકરને સફળપૂર્વક બહાર કાઢવામાં આવતા પરિવારને રાહત થઇ હતી અને પરિવારે આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.