Abtak Media Google News

રાજકોટના આંગણે આયોજીત આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ૧ર૦૦ થી વધુ તરવૈયાઓ દાખવશે કૌવત: એશિયન એજ ગ્રુપ તરણ સ્પર્ધાઓ માટે ખેલાડીઓનું કરાશે સિલેકશન

ચેમ્પિયનશીપની ઓર્ગેનાઇઝીંગ કમિટીનાં ચેરમેન તરીકે જીનીયસ ગ્રુપના ડી.વી. મહેતા અને કો. ચેરમેન તરીકે વિક્રમસિંહ રાણાની નિમણુંક

રાજકોટના આંગણે પ્રથમ વખત ર૬મી , ૩૦ જુન દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ સ્વીમીંગ પુલ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬મી ગ્લેનમાર્ક જુનીયર નેશનલ એકવાટીક ચેમ્પીયનશીપ ૨૦૧૯નું ભવ્ય આોજન થવા જઇ રહ્યું છે. રાષ્ટ્રીયકક્ષાની આ ત્રણ સ્પર્ધા દેશભરમાંથી જીલ્લા તથા રાજય લેઅલ ના વિજેતા સ્પર્ધકો ભાગ લેવા રાજકોટ ખાતે મહેમાન ગતી કરશે. રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમીંગ એસો. અને ગુજરાત એકવેટિક એસો.ના નેજા હેઠળ યોજાનારી ગ્લેનમાર્ક એકવેટિક ફાઉન્ડેશન અને અન્ય સ્પોન્સરોના પ્રશનીય સહયોગ થી થવા જઇ રહી છે.

Advertisement

આગામી ર૬ થી ૩૦ જુન દરમિયાન યોજાનાર નેશનલ સ્વીમીંગ ચેમ્પીયનશીપમાં તરણ સ્પર્ધાની જુદી જુદી ઇવેન્ટ જેમા ફ્રી સ્ટાઇલ, બેક સ્ટોક, બટર ફલાઇ, બ્રેસ્ટસ્ટ્રોક, ડાઇવીંગ, વોટર પોલો જેવી સ્પર્ધા માણવાની તક રાજકોટવાસીઓને મળવાની છે.

આ પહેલા ર૦૧ર માં સબ જુનીયર સ્વીમીંગ ચેમ્પીયનશીપ રાજકોટમાં પ્રથમ વખત યોજાય હતી. તે સમયના ગુજરાત રાજયના મુખ્યમંત્રી  અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉ૫સ્થિત રહ્યા હતા. ત્યારપછી ર૦૧પમાં સીનીયર સ્વીમીંગ ચેમ્પીયનશીપ  પણ યોજાય હતી જેમાં ગ્લેનમાર્ક, બાન લેબ, જયોતિ સીએનસી અને જીનીયસ ગ્રુપ આ ચેમ્પીયનશીપ ખુબ જ સફળ આયોજનમાં સહકાર આપવાની સુવર્ણતક સાપડી હતી.

આ સ્પર્ધામાં ગોવાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગબર કામત, આર.એન. જય પ્રકાશ (પ્રમુખ સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા) જેવા મહાનુભાવો ખાસ ઉ૫સ્થિત રહેશે અને સ્પર્ધકોને પ્રોત્સાહન પુરુ પાડશે આ સાથે સ્ટાર ખેલાડી આર્યન નહેર, બિક્રમ , બસ્તાબ તપન બોર્ડોલોઇ, સ્વદેશ મંડોળ, તન્મય દસ, સોન ગાંગુલ, જીન્દાને શયદ અબ્દુલ, કુશલ પી. કલ્પ બોર, પ્રશીધા ક્રિશના, સંજય સીજે, તનીશ મેથીયું, અર્યલ ભોસલે, વેદાંત બાપના, આસ્થા ચૌધરી, શ્રુગી બન્દેકર, સ્મૃતિ મહાલીન્ગમ, સાનવી રાઉ, સુનાયના મજુનાથ, ખુશી દિનેશ, ઉત્તરા ગોગોઇ, કેજીઆહ કાથેરીને, અપેક્ષા ફેર્નાન્ડીઝ, સુવાના બસ્કેર, હિમાની ફડકે, સંજીતી સહા, પલક ધામી, બી શાકશી ઉ૫સ્થિત રહેવાના છે.

આ રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજકોટના પ ખેલાડીઓ જેવા કે ૧. રીપ્સા જાની, ર. વિહ જાની, ૩. ધ્રુવ ટાંક, ૪. કેયુર રાજયગુરુ અને પ. પાર્થ વાઢેર ભાગ લેશે સ્પધામાં ૩ર રાજયોમાંથી ૦૪ કેટેગરીમાં વિવિધ ઇવેન્ટમાં ૧ર૦૦ જેટલા સ્પર્ધકો તેમનું કોશલ્ય દેખાડશું.

આસ્પર્ધાના સફળ આયોજન માટે વિરેન્દ્રભાઇ નાણાવટી (વાઇસ ચેરમેન ફીના) કમલેશભાઇ નાણાવટી, મોનલ ચોકસીના સીધા માર્ગદર્શન નીચે રાજકોટ પ્રમુખ ઉમેશ રાજયગુરુ (પૂર્વ મંત્રી રમત ગમત) ની ટીમ તથા રાજકોટ ડીસ્ટ્રીકટ જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા અને જયોતિ સી.એન.સી. ના વિક્રમસિંહ રાણા, રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમીંગ એસો.ના બંકીમ જોશી, દિનેશભાઇ હણાણી, પ્રકાશ

કલોલા, નીરજભાઇ દોશી, મૌલિક કોટીચા, અમિત સોરઠીયા, નિમીશ ભારદ્વાજ, યશ વાકાણી, દિવ્યેશ ખુંટ, અમિત સાકરીયા, મયુરેસ જાડેજા, ડો. વિજય મહેતા, પ્રતાપ અઢીયા, રાજકોટ મહાનગરપાલીકા ના સ્પોર્ટસ ડાયરેકટર રાજદીપસિંહ જાડેજા, જય લોઢીયા, સાવન પરમાર, સાગર કકકડ, વિજય ખુંટ, ભરત કિયાડા, સંજયભાઇ વઘાસીયા, જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુરન્સના અને જયોતિ સીએનસી કૌશિકભાઇ સોલંકી તથા સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.