Abtak Media Google News

બાળકો સાથે શિક્ષકો પણ ભણાવવા ઉત્સુક

ગ્લોબલ ઇન્ડિયન સ્કુલનું વિઝન છે. સ્કૂલીંગ વીથ સ્કિલ જ્યાં ભણાવવાની માથઠ બીજી બધી સ્કુલ કરતા જુદી છે. જ્યાં બાળકોને ક્ધસેપ્ટથી ભણાવવામાં આવે છે જેથી બાળકો ને એ લાઈફલાઈન યાદ રહી જાય છે. ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ માં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. નાના  નાના બાળકોને પણ ઓડિયો વિઝયુલ રૂમમાં અલગ અલગ સ્ટોરી દેખાડવામાં આવે છે. તેમને ટેબલ પણ અલગ અલગ સ્ટાઈલથી શીખવાડવામાં આવે છે. જેથી બાળકોને નાનપણ થી બધું યાદ રહી જાય છે. ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ એ રાજકોટની એક માત્ર એવી સ્કુલ જે પ્લેહાઉસથી ધોરણ -૭ના કલાસ માટે ઓનલાઈન કલાસ કરે છે . જે ક્લાસમાં બાળકોને રમત ગમત સાથે આખા વર્ષમાં જે કઈ ભણાવવામાં આવ્યું છે તેનું રીવીઝન કરાવવામાં આવે છે . બાળકોને સ્ટોરી રિધમ, ટેબલ ગમત સાથેની રમતો, અંગ્રેજી ના નવા શબ્દો આ બધું શીખવાડવામાં આવે છે.

બાળકો ખુબજ આનંદથી ભણે છે  અને બાળકોને રમત ગમતની સાથે બધું રીવીઝન થઈ જાય છે. બાળકોની સાથે શિક્ષકો પણ ભણાવવા માટે ખુબજ ઉત્સુક છે. શિક્ષકો પણ ખુબજ સારી મહેનત કરીને બાળકોના ભવિષ્યને એક સારા માર્ગ પર લઇ જવાની કોશિશ કરવા માટે હમેશા તત્પર હોય છે.

આ પ્રોગ્રામના આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટી ડો.નેહલભાઈ શુક્લ, ડો. મેહુલભાઈ રૂપાણી, નિયંતભાઈ ભારદ્વાજ, સંજયભાઈ વાધરની આગેવાનીમાં વાઈસ પ્રેસીડેન્ટ રીચા અગ્રવાલ, એકેડેમિક હેડ વિભુતી ત્રિવેદીની અધ્યક્ષતામાં આટલા શિક્ષકો જહેમત ઉઠાવી રહયા છે. જે શિક્ષકોના નામ નીચે પ્રમાણે છે. ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ દ્વારા પ્લેહાઉસના બાળકોને ભણાવવાની આ આનંદરૂપી પહેલને  બધા વાલીઓ દ્વારા આવકારાઈ રહી છે.

તો ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ બધા નો આ ઉત્સાહ જોઈ આનંદ ની લાગણી અનુભવે છે અને હર હમેશ આવી નવી નવી પ્રવૃતિઓ કરતી રહેશે .એવી ખાતરી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.