Abtak Media Google News

પુરવઠા નિગમમાં ચાલતી ગોલમાલને પગલે તરઘડીનું ભાડાપટ્ટાનું ગોડાઉન બંધ થશે

ગોલમાલ માટે પંકાયેલા રાજકોટ જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉનના કર્મચારીઓ એટલા બધા કર્મનીષ્ઠ ઈ ગયા છે કે હવે રવિવારે જાહેર રજાના દિવસે પણ નિગમનું ગોડાઉન ચાલુ રાખી પોતાનો ર્સ્વાથ સાધી રહ્યાં છે. ગત રવિવારે સરકારના નિયમ મુજબ નિગમનું ગોડાઉન ખુલ્લુ રહેતા આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી જોશીએ નિગમના જવાબદારીઓનો ખુલાસો પુછયો હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેર અને તાલુકા વિસ્તારના સસ્તા અનાજના પરવાનેદારોને જયાંથી અનાજ, ખાંડ, ચોખાનો જથ્થો જયાંથી પુરો પાડવામાં આવે છે તેવા જંકશન પ્લોટ સ્તિ ગોડાઉનમાં સામાન્ય દિવસોમાં અનેક ગેરરીતિ આચવામાં આવે છે.

હવે તો નિગમના કર્મચારીઓની એટલી હિમત વધી છે કે, સરકારે રવિવારે ગોડાઉનની કામગીરી સદંતર બંધ રાખવા આદેશ કર્યો હોવા છતાં ગોડાઉનના કર્મચારીઓ રવિવારે પણ ગોડાઉન ખુલી રાખી વધઘટનો હિસાબ સરભર કરી લેતા થઈ ગયા છે.

દરમિયાન ગત રવિવારે પુરવઠા નિગમનું ગોડાઉન દિવસભર ખુલ્લુ રહ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારીને મળતા આ મામલે નિગમના ગોડાઉન મેનેજર અને આસીસ્ટન્ટ ગોડાઉન મેનેજર સહિતના કર્મચારીઓનો ખુલાસો પૂછી શા માટે ગોડાઉન રવિવારના દિવસે ખૂલુ રહ્યું અને જો ખુલુ રહ્યું તો કયાં કારણોસર રજાના દિવસે ગોડાઉન ખોલાયું તે સહિતનો બાબતોનો ખુલાસો પુછવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં રાજકોટના ગોડાઉનની જેમ જ તરઘડી નજીક ભાડે રાખવામાં આવેલ ગોડાઉનમાં પણ વ્યાપક પ્રમાણમાં ગોલમાલ તી હોવાનું તંત્રને ધ્યાને આવતા આગામી દિવસોમાં કોન્ટ્રાકટરો અને ગોડાઉનના લાલચુ કર્મચારીઓને કમાણી કરાવતુ આ ગોડાઉન બંધ કરવામાં આવે તેમ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.