Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડા બાદ ભારતીય બજારોમાં સોના (Gold Price Today) અને ચાંદીની કિંમતો (Silver Price Today)માં તેજી જોવા મળી છે. MCX (Multi Commodity Exchange) પર સોનું 0.24 ટકાની તેજી સાથે ચાર મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે.

MCX પર આજે 10 ગ્રામ સોનાનો ભાવ 48519 રૂપિયા છે. બીજી તરફ, ચાંદી 0.5 ટકા ઉછળીને 71440 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. બીજી તરફ, ગત સત્રમાં સોનામાં 0.22 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં 1.7 ટકાનો ઘટાડો આવ્યો હતો.

Gold 2
ભારતીય બજાર સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. સોનું 0.2 ટકા વધીને 1,883.21 ડૉલર થઈ ગયું છે. બીજી તરફ, અહીં અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.4 ટકા વધીને 27.64 ડૉલર જ્યારે પ્લેટિનમ 0.6 ટકા વધીને 1,173.03 ડૉલર થઈ ગયું છે.

Gold 3
સોનામાં રોકાણ કરવું એ એક સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. કોઈ પણ સંકટના સમયે રોકાણકારો સોનાને વધુ અગત્યતા આપે છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોના તરફ જઈ રહ્યા છે, જે આવનારા મહિનાઓમાં કિંમતોમાં તેજીનું કારણ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.