Abtak Media Google News

થોઈલેન્ડમાં દુકાળના કારણે શેરડીનું ઉત્પાદન ૪૦ ટકા ઘટયું, ઈન્ડોનેશીયામાં ખાંડના વેપાર માટે તક મળી

ભારતીય ખાંડ ઉત્પાદક લોબીને ઈન્ડોનેશિયામાં ખાંહની નિકાસ કરી અઢળક નાણા કમાવવાની સુવર્ણ તક સાંપડી છે. આ વર્ષે વિશ્ર્વના સૌથી મોટા ખાંડ નિકાસકાર દેશોની ગેરહાજરીમાં ભારતને ઈન્ડોનેશિયા સાથે ધંધો કરવાની તક સાંપડી છે. ઈન્ડોનેશિયાને ખાંડના સૌથી મોટા ઉત્પાદક બ્રાઝીલને ૨૫૦૦૦ ટન માલ ઈન્ડોનેશિયાને મે સુધીમાં વેચવાની તક હતી પરંતુ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોએ બદલાવેલી ગુણવતાના નિયમોને પગલે વેપારમાં ભારે સંજોગો બદલાય ગયા છે.

થાઈલેન્ડ ઉત્પાદન ઘટાડતાભારતને ઈન્ડોનેશિયામાં વેપાર કરવાની તક મળી છે. થાઈલેન્ડમાં દુકાળના કારણે શેરડીનું ઉત્પાદન ઘટયું છે. આ પરિસ્થિતિમાં ભારતને ઈન્ડોનેશિયામાં ખાંડની નિકાસ કરવાની અચાનક તક મળી છે. ભારતને ૧૪ મીલીયન ટનના સ્ટાકેને ઓકટોમ્બર મહિનામાં બમ્પર ઉત્પાદનના પગલે નિકાસ કરવાની સુવર્ણતક મળી છે.

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેકટરી લીમીટેડના પ્રોડયુસર ગ્રુપના પ્રકશનાયક નાયરેએ કહ્યું હતુ કે આપણા માટે ઈન્ડોનેશિયામાં ખાંડની નિકાસ કરવાની આ સુવર્ણ તક છે. આપણી ફેકટરીઓએ સફેદ ખાંડનું ઉત્પાદન બંધ કરીને અછતની આ બે મહિનાની સીજન પુરી થાય તે પહેલા ખાંડસરીનું ઉત્પાદન શરૂ કરીને ઈન્ડોનેશિયા સાથે ધંધો કરી લેવો જોઈએ ઈન્ડોનેશિયાઓ આયાતી કાચા માલ માટેના રંગ અને ગુણવત્તાનું ધોરણ બદલાવ્યું છે જ ભારતથી માલ આયાત કરવા માટે સંહાયક બનશે. ઈન્ડોનેશિયાના કૃષિ મંત્રાલયના કસદીસુબાંગાયોનોએ ભારત સાથે મોટા પાયે ધંધો થાય તેવા સંકેતો આપ્યા હતા ઈન્ડોનેશિયાની ખાંડની ખપત ભારતમાંથી પુરી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

Admin

ઈન્ટરનેશનલ કમિશન ઓફ યુનિફોર્મ મેથડ ધારા સુગરખાંડ માટે ૮૯૦નું માંનાંક રાખવામા આવ્યું છે. હવે ઈન્ડોનેશિયાએ ૧૨૦૦ના માનાંકમાં આયાત કરવાનું નકકી કરતા ભારત માટે અનુકુળ સંજોગો સર્જાયા છે. ભારતના નિકાસકારો સાથે કોન્ટ્રાકટ થશે તેમ ઈન્ડોનેશિયા એશોશિએશનના બર્નાડી ધમોવને જણાવ્યું હતુ ઈન્ડોનેશિયા ૩ લાખ ટન ખશંડ સરી ભારતમાંથી ખરીદી શકે છે. થાઈલેન્ડમાં ઉત્પાદન ઘટી જતા ભારતને આ લાભ મળશે. જોકે આ ખરીદીનો આધાર ભારતમાંથી ખરીદવામાં આવતા ભાવ ઉપર પણ રહેશે.

ભારત માટે અને ખાસ કરીને શેરડી પકાવનારા ખેડુતોને થાઈલેન્ડમાં પડેલા દુકાળ લાભના લાડવા ખવડાવશે. ભારતમાં દર વર્ષે ખેડુતોને શેરડી તૈયાર થાય ત્યારે ભાવ માટે રોવાનો વારો આવે છે. આ વખતે ઈન્ડોનેશિયા સાથેનો ધંધો શેરડી ખેડુતો અને ખાંડસરી બનાવતા સુગર મીલો માટે લાભાલાભ અપાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.