Abtak Media Google News

અમરેલી પોલીસે તસ્કરને ઝડપી લઇ ચાર ચોરીનો ભેદ ઉકેલયો: ચાર ટુ વ્હીલર્સ કબ્જે કર્યો

અમરેલી- કુકાવાવ માર્ગ પર આવેલા ભારતનગર પાસેથી ગોંડલ કોર્ટના ચોરીના કેસમાં પકડ વોરંટના કામે નાસતો ફરતો કંટોલીયા ગામના તસ્કરને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ અમરેલી જીલ્લામાં કાયદા અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી ગુનાખોરી આચરતા શખ્સો સામે કડક હાથે કામ લેવા અને ગુનાખોરી કરી નાશતા ફરતા શખ્સોને ઝડપી લેવા એસ.પી. રિમકરસિંહે આપેલી સુચનાને પગલે પેરોલ ફલો સ્કોડના પી.આઇ. પી.બી. લકકડ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

ગોંડલ તાલુકાના કંટોલીયા ગામનો વતની અને હાલ ગોંડલના ધોધાવદર રોડ પર બુઘ્ધનગરમાં રહેતો દિવ્યેશ ઉર્ફે દિવલો મવકાણા નામના તસ્કર કુકાવાવ રોડ પર ભારતનગર પાસે શંકાસ્પદ હાલતમાં હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દિવ્યેશ ઉર્ફે દિવલો મકવાણા નામના શખ્સની અટકાતી કરી બાઇકના નંબર પોકેટ એપમાં સર્ચ કરતા ચોરાઉ હોવાનું ખુલતા તેની પુછપરછ કરતા વધુ ત્રણ બાળક ચોર્યા હોવાનું કબુલાત આપતા તે કબ્જે લીધા છે.

ઝડપાયેલા િેદવ્યેશ ઉર્ફે દિવલો મકવાણા સામે ગોંડલની અદાલતે વર્ષ 2020માં ચોરીના ગુનામાં પકકડ વોરંટ ઇસ્યુ કર્યુ હતુ ત્યારેથી નાસતો ફરતો હતો તેમજ તેની સામે વાહન ચોરી, દારુ અને જાહેર નામા ભંગ સહીત આઠ ગુના નોધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.