Abtak Media Google News

સુવર્ણપ્રાશન અભિયાનમાં ઝુંપડે ઝુંપડે જઇ બાળ રાજાઓને કરાશે ‘સુરક્ષીત’

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા 31 મી માર્ચ શુક્રવારે રવી પુષ્ય અમૃત યોગ અન્વયે પંચવટી સોસાયટી,સહજાનંદનગર, મહાકાળીનગર,રામ નગર,ભવનાથ નગર 1-2 તેમજ આસપાસ ની સોસાયટીના 1થી10 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે..

ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ મૂલ્યે આપવામાં આવશે..વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ બાળકોનો બૌધિક, શારીરિક અને માનસિક વિકાસ માં ખૂબ જ ઉપયોગી ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર  તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે…..

આ સુવર્ણપ્રાશન સેવા હિતેશભાઈ દવે ના નિવાસ સ્થાને સ્નેહ કુંજ..પંચવટી સોસાયટી,ગણપતિ મંદિર સામે, રેલ્વે સ્ટેશન પાછળ, તા.31મી શુક્રવારે સવારે 10 વાગ્યા થી બપોરના 2  વાગ્યા સુધી સેવા નો લાભ મળશે.

પંચવટી સોસાયટી,સહજાનંદ નગર રામનગર ,ભવનાથનગર1-2તેમજ સમસ્ત ગોંડલ શહેર ના બાળકો આ વ્યવસ્થાનો લાભ લ્યે તેવી અપીલ કરવામાં આવેલ છે..

હિતેશભાઈ દવે  દ્વારા રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવામાં આવશે…જેમાં યોગેશભાઈ દવે,કિરણબેન દવે,ભૂમિબેન સાટોડીયા સહયોગ કરી રહ્યા છે…..મોબા.નં.9909987711

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.