Abtak Media Google News

ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજરોજ ગોંડલ તાલુકાના મોવિયા, બંધીયા, ગોમટા અને રાણસીકી ગામ ખાતે આવેલ તળાવ અને ચેકડેમને ડિસેન્ડિંગ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું આ તકે ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયંતીભાઈ ઢોલે જણાવ્યું હતું.

Vlcsnap 2018 04 23 16H46M55S109યાર્ડ તંત્ર દ્વારા રૂપિયા 50 લાખના ખર્ચે પ્રથમ ગોંડલ તાલુકાના 20 ગામોમાં બાદમાં તાલુકાના દરેક ગામોને આવરી તળાવ અને ડેમમાંથી કાપ બહાર કાઢવાનું કામ હાથ ધરવામાં આવનાર છે, આવા કાર્ય થકી તળાવ અને ડેમમાં ભરાયેલ કાપ દૂર કરવામાં આવશે અને વરસાદી પાણીનો સંગ્રહ વધુ થઈ શકશે જેના કારણે જમીનના તળ ઊંચા આવશે ખેડૂતો અને લોકોને તેનો ફાયદો થશે, આ તકે અલ્પેશભાઈ ઢોલરીયા, યોગેશભાઈ કયાડા તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.