Abtak Media Google News

પાંડેસરા ખાતે આવેલા જીઈબીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ગોડાઉનમાં રહેલા વાયર સહિતનો સામાન ખાખ થઈ ગયો હતો.

GEBના ગોડાઉનમાં લાગેલીને કાબુમાં લેવા સ્થાનિક લોકોએ મદદ કરી
પાંડેસરા વિસ્તારમાં આવેલી જીઈબીની ઓફિસની પાછળ જીઈબીનું ગોડાઉન આવેલું છે. જેમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે સ્થાનિક લોકોએ પણ આગને કાબુમાં લેવામાં મદદ કરી હતી. આગ પર કાબુ મેળવતા પહેલાં જ ગોડાઉનમાં રહેલો વાયર સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.