Abtak Media Google News

ગોંડલ તાલુકા ના ખડવંથલી ગામ ના મેઘવાળ સમાજ દ્વારા સ્મશાન ના મુદ્દે ગોંડલ ડો.આંબેડકર ની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસ થી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મા આજે અફડાતફડી મચી જવા પામી હતી.ખડવંથલી ના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસીઓ ની માંગણી સ્વિકારી લેવાઇ હોય આગેવાન ની હાજરી માં પારણાં કરાવાઇ રહ્યા હતા.એજ સમયે કેરોસીન ની બોટલ લઈ છાવણી મા ઘસી આવેલા યુવાને શરીર પર કેરોસીન છાંટતા હોહા મચી જવા પામી હતી  પોલીસે તુરંત યુવાન ને પકડી લઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો.હજુતો આ ઘટના પુરી નથી થઈ ત્યાં ત્રણ યુવાનોએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી.પોલીસે તુરંત આ યુવાનો ને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયત દ્વારા મેઘવાળ સમાજ ના સ્મશાન ને તોડી પાડી ત્યાથી રસ્તો કઢાયો હોય જેના વિરોધ મા છેલ્લા વીસ દિવસ થી ખડવંથલી ના મેઘવાળ સમાજ દ્વારા ગોંડલ ડો.આંબેડકર ની પ્રતિમા નીચે ઉપવાસ આંદોલન ચાલી રહયુ હતુ.

સરકારી તંત્ર અને સરપંચ ઉપવાસીઓની માંગણી સ્વીકારી પારણા કરાવતા હતા ત્યારે જ ચારેય યુવાનોના ભરેલા પગલાથી  અફડા તફડી

લેખીત બાંયધરી ન આપતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનું ખૂલ્યું

આંદોલન ને વીસ દિવસ થવા છતા જાડી ચામડી ધરાવતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ના હોય આખરે આત્મવિલોપન ની ચીમકી અપાતા તંત્ર હરકત મા આવ્યુ હોય તેમ પીઆઇ.ડામોર, પીએસઆઇ કોઠીયા,તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો.એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડ ને પણ તહેનાત કરાયુ હતુ.

દરમિયાન બપોર ના બાર કલાકે પ્રાંત અધીકારી દેવાહુતી મેડમ,મામલતદાર ચાવડા,નાયબ મામલતદાર મનિષ જોષી,તાલુકા વિકાસ અધિકારી ગઢવી તથા ખડવંથલી ના સરપંચ ભાવેશભાઈ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલન કર્તાઓ ની માંગણી સ્વીકારી સ્મશાન માટે જમીન ફાળવવા ની ખાત્રી આપતા મેઘવાળ સમાજ ના આગેવાનો ગીરધરભાઇ સોલંકી,બાબુભાઇ મકવાણા,સવજીભાઈ સાગઠીયા,હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા,ભીખાભાઇ બગડા,વિપુલભાઈ પરમાર સહિત સમાજ ના લોકો સહમત થયા હતા.અને ઉપવાસીઓ હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમાર ને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદ ના મનસુખભાઈ રાઠોડ કેરોસીન ની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યુ હતુ.

પરંતુ એલર્ટ રહેલા પીઆઇ.ડામોર સહિત ના પોલીસ સ્ટાફે મનસુખભાઈ ને પકડી લઈ ફાયર બ્રિગેડ નો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.ત્યાંજ છાવણી માં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.પોલીસે તુરંત ત્રણેય યુવાનો ને હોસ્પિટલ ખસેડી અફડાતફડી ના માહોલ ને કાબુ મા લઈ આગેવાનો ને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ.બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે મેઘવાળ સમાજ ના યુવાનો એકઠા થતા ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપન નો પ્રયાસ કરનાર હોસ્પિટલ મા રહેલા મનસુખભાઈ રાઠોડે જણાવ્યુ કે  સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે. આમ  અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસ થી ચાલતુ આંદોલન સમાટાયુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.