Abtak Media Google News

સંતાનો પોતાના ન હોવાની શંકાએ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા ‘તા: ક્રુર પિતાની ધરપકડ

ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા 3 અને 13 વર્ષના બે માસુમ બાળકો એ ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસર થી મોત થયું હોવાની ઘટના માં બાળકો નાં પિતાની કેફિયત પોલીસતંત્રને ગળે ન ઉતરતા પોલીસે આગવી ઢબે  તેની  પૂછપરછ કરતા પાશવી બનેલા પિતાએ પોતે જ ઝેર પીવડાવી હત્યા નીપજાવ્યા ની  કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણા ના પુત્રો રોહિત ઉ. 3 અને હરેશ ઉ. 13 ને બે દિવસ પહેલા ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસર થતા  સારવાર  માટે રાજકોટ  ખસેડાયા  હતા.જ્યા બન્ને  ભાઇઓ ના મોત નીપજ્યા હતા. બનાવ અંગે બાળકો ના  પિતા  રાજેશ મકવાણા એ  ન્યાઝ નુ ભોજન લીધા બાદ મોત થયુ હોવાનું  ની  આપેલી કેફિયત પોલીસે ને ગળે ન ઉતરતા  નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, સિટી પીઆઈ ગોસાઈ સહિતના પોલીસ અધિકારીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન પોલીસની આગવી પૂછપરછમાં રાજેશ પોપટ બની જઈ  પત્નિ પર ચારિત્ર્ય ની શંકા હોય તેણે જ તેના બંને સંતાનોને પોતાના ઘરે ઝેર પીવડાવી દીધા હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી 302 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.પત્નિ પર શંકા માં અંધ બનેલા રાજેશ મકવાણા એ દરગાહે  થી ઘરે આવ્યા બાદ પડીકી મા  લઇ આવેલું ઝેર પાણીમાં નાખી’ આ ફાકી પી જાઓ’ તેવુ કહી બન્ને બાળકો ને પિવડાવ્યું હતુ.

પોલીસ તપાસ દરમિયાન માસુમ બાળકોની માતા હિરલબેન નો પોલીસે સંપર્ક કરી તેની પાસેથી સંપૂર્ણ વિગત જાણી હતી ત્યારે હિરલબેને જણાવ્યું હતું કે પતિ  રાજેશ ચારિત્ર્ય પર  અવારનવાર શંકા કરી રોહિત અને હરેશ તેના સંતાનો નથી તેવું કહેતો હોય   બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પંદર દિવસ પહેલા જ આ બાબત થી કંટાળી બંને વચ્ચે છૂટાછેડા થયા હતા.બાદ મા  રોહિત અને હરેશ તેના પિતા રાજેશ સાથે રહેતા હતા પોલીસે માસુમ બાળકોના માતાને ફરિયાદી બનાવી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.