ગોંડલના યુવાને ફોર્ચ્યુનર ગાડીમાં 9 નંબર લેવા રૂ.10 લાખ ગાંધીનગર આર.ટી.ઓમાં ભર્યા

‘ગોંડલ હજુ પણ સ્ટેટ જ’

ગત વર્ષે લીધેલા બુલેટમાં પણ 9 નંબર હોવાથી ગાડીમાં 9 જ નંબર લીધો

વાહનોની ફેન્સી નંબર પ્લેટ એટલે કે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે નિયમ મુજબ ઓનલાઈન હરાજી યોજવામાં આવતી હોય છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી હરાજીમાં ભાગ લેનાર વાહનચાલકો ઓનલાઈન ભાવ બોલતાં હોય છે. જેમાં સૌથી વધુ રકમ ની બોલી લગાવનારને તેની પસંદગીનો નંબર ઈસ્યુ કરવામાં આવતો હોય છે. ઘણા લોકો પોતાના લકી નંબર માટે પણ બોલી લગાવતાં હોય છે.

ગોંડલ શહેરના ખોડલધામ સોસાયટીમાં રહેતા અને હડમતાળા ઈન્ડસ્ટ્રીઝમાં કિસાન ફ્યુઅલ બાયોકોલ તેમજ તિરુપતિ લેમીનેટ નામે ફેક્ટરી ધરાવતા કૌશિકભાઇ સોજીત્રા દ્વારા રૂપિયા 42 લાખના ખર્ચે નવી ફોર્ચ્યુનર ગાડી ખરીદ કરવામાં આવી હતી આ ગાડીની નંબર પ્લેટ માં મનપસંદ 9 નંબર લગાવો હોય રાજકોટ સહિત ની અન્ય આરટીઓમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હમણાં નવી સીરીઝ ખુલી શકે તેમ નથી તો કૌશિકભાઇ એ ગાંધીનગર આરટીઓ સુધી ધોડા દોડાવ્યા હતા જ્યાં નવી સીરીઝ ખૂલવાની હોય 9 નંબર માટે રૂ. 1021000 આરટીઓમાં બિડિંગ કરવામાં આવ્યું હતું અને ગત શુક્રવારે તેને એપ્રૂવલ મળી જતા તેમની નવી ફોર્ચ્યુનર ગાડીમાં  ૠઉં 18 ઇછ 0009 નંબર ની ઇંજછઙ પ્લેટ લાગી જશે.

કૌશિકભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે તેઓ નવ નંબર ને પોતાનો લકી નંબર માની રહ્યા છે ગત વર્ષે તેઓ દ્વારા નવું બુલેટ ખરીદ કરવામાં આવ્યું ત્યારે પણ તેનો નંબર 9 લેવામાં આવ્યો હતો આગામી વર્ષોમાં જો અન્ય વાહન પણ ખરીદવામાં આવશે તો નવ નંબર માટે બને તેટલા પ્રયત્નો કરવામાં આવશે.

ગાંધીનગર આરટીઓ ખાતે નવ નંબર માટે ત્રણ લોકો દ્વારા બિડિંગ કરવામાં આવ્યું હતું જેમાં શુક્રવારના રાત્રે તેમને 9 નંબર મળી રહ્યો નો આરટીઓ નો મેસેજ આવ્યો હતો શનિ-રવિ બેંક માં રજા હોય આવતીકાલ સોમવારના સવારે ઓનલાઇન રકમ ટ્રાન્સફર  કરશે.