Abtak Media Google News

થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક ની પરીક્ષાઓ લેવાની હતી ત્યારે પેપર ફૂટી જતા હજારો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું ત્યારે આજરોજ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે.

Advertisement

હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્ક ની લેખિત પરીક્ષા નવ એપ્રિલના રોજ લેવાઈ શકે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્ર ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.