Abtak Media Google News

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા રાજકોટથી 3 ભારત દર્શન અને 3 પિલગ્રીમ સ્પે. ટુરીસ્ટ ભારત દર્શન સ્પે. ટુરિસ્ટ ટ્રેન કે જે સાઇ દર્શન મહાબળેશ્ર્વર સાથે ગોવા-તારીખ – 26 સપ્ટે. થી 04 ઓક્ટો., સાઉથ દર્શન તારીખ – 02 નવેમ્બર થી 13 નવેમ્બર તથા હરિહર ગંગે – તારીખ – 16 નવેમ્બર થી 27 નવેમ્બર તેમજ પિલગ્રીમ સ્પે. ટુરીસ્ટ ટ્રેન ઉત્તર દર્શન – તારીખ 28 ઓગષ્ટ થી 05 સપ્ટે., સાઉથ દર્શન તારીખ – 11 ડિસે. થી 22 ડિસે. તથા રામ જન્મભૂમિ સાથે છપૈયા તારીખ – 25 ડિસે. થી 01 જાન્યુ. ચલાવવામાં આવી રહી છે. રેલ્વેન વાયુનંદન શુક્લાએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે આ બધી ટુર કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજીત કરી છે.

Screenshot 1 50

આ બધી ટુરીસ્ટ ટ્રેનો રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે. આ ટુર પેકેજોમાં ભોજન (ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કો સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઇ કર્મચારી અને જાહેરાત-માહિતી માટે અનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે. વધારે માહિતી વેબસાઇટ પરwww.irctctourism.com જોઇ શકાશે. અથવા 079-26582675, 8287931718, 8287931634, 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરવા જણાવાયું છે. મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની IRCTC ઓફિસથી તથા અધિકૃત એજન્ટો પાસેથી પણ ટિકિટ બુક કરાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.