Abtak Media Google News

વેરાની ચુકવણી માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ડીપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું છે અને છેલ્લા થોડા દિવસમાં ઘણા બિઝનેસ એન્ટાબ્લીસમેન્ટસ પર દરોડા પાડયા છે. રાજયભરમાં જીએસટી વિભાગ દ્વારા રૂપિયા ૨૧ કરોડના વેરાની વસુલાત સામે હજુ સુધી માત્ર ૫.૬ કરોડ રૂપિયાની જ વસુલાત થઈ છે.

હાલ, જીએસટી વિભાગના અધિકારીઓની કડી નજર પેટ્રોલીયમ પ્રોડકટસ પર હોય તેમ દહેજ, પાનોલી, ગાંધીધામ, ભરૂચ, અંકલેશ્ર્વર, ગાંધીનગર અને અમદાવાદનાં આઠ પેટ્રોલીયમ એસ્ટાબ્લીસમેન્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે દરમિયાન ઘણા બેનામી વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું છે વેચાણ થયું છે પરંતુ તેના વ્યવહારો ચોપડે નોંધાયા ન હોવાની વિગતો બહાર આવી છે.

જીએસટી ટીમે અંકલેશ્ર્વર, ગાંધીધામ, દાલપુર અને સાબરકાંઠાના છ કેમીકલ યુનિટો પર પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જયાંથી ૨.૭૫ કરોડ રૂપિયાની રિકવરી કરી છે. જયારે અમદાવાદ અને વડોદરાની ૨૦ હોટેલો છાપામારી કરી છે. જેમાંથી જાણવા મળ્યું છે કે આ વીસેય હોટેલોમાંથી એક પણ હોટેલે જીએસટી ભરેલ નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.