Abtak Media Google News

કાપડનો તાકો અને સુટનું માપ લઇને દરજી વેતરવા બેસે અને કાપડ વેતરાઇ ગયા બાદ ખબર પડે કે હવે આમાંથી સુટ નહીં થઇ શકે.. પછી તેનું પેન્ટ બનાવીને પહેરાવવાની અને તે પણ ન બની શકે ત્યારે નાના બાબલાની ચડ્ડી બનાવી દેવાના પ્રયાસ થાય એવી સ્થિતી આજે સરકારની છે. બીજી ભાષામાં કહીએ તો સરકાર કરવા ગઇ કંસાર અને થઇ ગઇ થુલી..! છેલ્લા વર્ષમાં દેશે જે વિકાસ હાંસલ કર્યો હતો તે છેલ્લા બે વર્ષમાં ધોવાઇ ગયો. ખેર સરકાર ઇકોનોમીને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કોર્પોરેટ ટેક્ષાં રાહત થી માંડીને શેરબજાર માટે પકેજ જાહેર કરી ચુકી છે. હવે મોટા કોર્પોેટ હાઉસો તથા ગઇઋઈ કંપનીઓને બદલે રિટેલ કસ્ટમરોને ખરીદી માટે આકર્ષવાના પ્રયાસ કરવામાં આવશે. આ રીતે લોકોમાં ખરીદીનો ઉત્સાહ ઉભો કરીને મંદીની માનસિકતા દૂર કરવાના પ્રયાસ કરવામાં આવશે. અહેવાલ તો એવા પણ છે કે સરકારી બેંકોને હેવ એવી સુચના અપાશે કે જેમ નાની બચત યોજના માટે લોકોના ઘરે જઇને ગ્રાહકો ઉભા કરાય છે એજ રીતે ઉપભક્તાઓના ઘરે જઇને તેમને ખરિદી માટે લોન ઓફર કરવામાં આવશે. બેશક આમાં મોટા કોર્પોરેટ માંધાતાઓને મોટી લોન આપવાની કોઇ જ યોજના નહીં હોય કારણ કે હાલમાં બેંકોની નબળી બેલેન્શીટો માટે આવા કોર્પોરેટ હાઉસો જ જવાબદાર મનાય છે.

7537D2F3 12

અગાઉ સરકાર બે દિવસમાં ૭૦૦૦ કરોડના પ્રોજેક્ટસને મંજૂરી આપવા ઉપરાંત સરકારી બેંકોમાં ૬૦૦૦૦ કરોડની લિક્વીડીટી ઉભી કરવાનાં પગલાં લેવાયા છે. જો કે ભારત જેવા વિકાસશીલ દેશમાં ખોડંગાતી ઇકોનોમીને પાટે ચડાવવા માટે લાંબાગાળાનાં અને સતત પ્રગતિશિલ પગલાંની આવશ્યકતા હોય છે. ૧૯૯૭ ની સાલમાં ૫ ટકાનો વિકાસ જોયા બાદ ૨૦૦૨ માં આપણે ૬ ટકાનો વિકાસ જોયો. ત્યાર બાદ ૨૦૦૪ માં ૮ ટકાનો અને ૨૦૦૯ સુધી ૮ ટકાની વધારે વિકાસ જોવા મળ્યો હતો.  આ માટે આપણ સરકારોએ ૧૯૯૧ થી શરૂ કરેલા લાંબા ગાળાનાં આયોજનો જવાબદાર હતા.

ભારતની હાલની મંદી માટે કોઇ એક કારણને જવાબદાર ઠેરવી શકાય તેમ નથી. બેશક આ મંદી માટે ગઙઅ નો ફાળો મહત્વનો છે એમ જરૂર કહી શકાય . આ ઉપરાંત ટ્રેડ વોરનો ભારતને લાભ લેવાનો હતો તેના બદલે સિસ્ટમીક ભૂલ ગણીને સાથે આપણે પણ ઝુકાવ્યું જેના કારણે આપણી હાલત વદારે ખરાબ થઇ છે. સ્થાનિક મુદ્દાઓ જોઇએ તો સરકાર જે કોઇ પગલાં લે છે તેનું સ્પષ્ટ કોમ્યુનિકશિન થતું નથી. મુડીરોકાણનાં મુદ્દે હજુ સૌને ભારે અનિયમતતા છે. ઇકોનોમીને લગતી નિતીવિષયક  બાબતો અંગે સરકાર જ મુંઝાયેલી જણાય છે. આ સરકાર દેશભક્તિમાં કદાચ શ્રેષ્ઠ ગુણો સાથે સફળ થતી હોય પરંતુ આથિક મામલાઓમા સરકાર પાસે મોટા ગજાના નેતાઓની ઉણપ જણાય છે.  સરકારને જનતામાં અને રોકાણકારોમાં એ વિશ્વાસ ઉભો કરવાનો રહેશે કે સરકારની દેશના સિમાડાઓ સુરક્ષિત કરવા ઉપરાંત ઇકોનોમીની પણ ચિંતા છે. હવે જેટલી સાહેબ તથા સુષ્માજી જેવા નેતાઓની સરકારને નવેસરથી શોધ કરવી પડશે. એકતરફ સરકાર કરવેરામાં રાહતો આપે અને બીજીતરફ નિયંત્રણોમાં વધારો કરે તો કરવેરામાં આપવામાં આવેલી રાહતોનો કોઇ લાભ નહીં થાય.

ઉત્પાદનમાં વધારો ત્યારેજ થશે જ્યારે વપરાશ વધશે. લોકોવાપરતા ત્યારે જ થશે જ્યારે તેમને પોતાના નોકરી કે કારોબાર પ્રત્યે સુરક્ષા અને સફળતાનો ભરોસો હશે. સરકાર મેઇક ઇન ઇન્ડિયાનો નારો તો આપે પણ તેના વેચાણની કોઇ યોજના ન હોય તો શું? કદાચ એવું પણ બને કે સ્વદેશીની યજનાને સફળ બનાવવામાં આપણે વિદેશી લાવવાનું ઓછું કરીએ સામે પક્ષે આપણી વિદેશ જતી પ્રોડક્ટસ સદંતર બંધ થઇ જાય જેને પરિણામે ઉત્પાદન પર વિપરીત અસર પડે. આવું થતું અટકાવવા માટે સરકારને વિશેષ પગલાં લેવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.