Abtak Media Google News

Table of Contents

દેશમાં ઓબીસી સમાજ અને મુસ્લિમોના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધ: ડો. ઇરફાન અહેમદ

દેશના આર્થિક સામાજિક વિકાસ માટે સર્વાંગી સામાજિક સંતુલિત વિકાસ અનિવાર્ય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પછાત જાતીના ઉત્કર્ષ વિકાસ માટે હાથ ધરવામાં આવેલી કામગીરી થી હવે દેશમાં સામાજિક સમરસતાનો એક માહોલ ઉભો થયો છે

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા તરફ ડગ ભરી રહ્યું છે ત્યારે સામાજિક વિકાસમાં સંતુલન આવશ્યક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સામાજિક સમરસતા અને ખાસ કરીને પછાત અને મુસ્લિમ સમાજના વિકાસ માટે કરેલા કાર્યો થી હવે દેશમાં એક સમરસ સામાજિક વ્યવસ્થા અને એકતાનો માહોલ ઉભો થયો છે

હૈદરાબાદમાં યોજાયેલા એક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓબીસી પછાત અને પછાત વર્ગના કલ્યાણ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીના અધ્યક્ષ ઇરફાન અહેમદ સાથે અમદાવાદમાં અબતક ચેનલ ટીમ અને એક્ઝિક્યુટ રિપોર્ટર અરૂણભાઈ દવે લાઈવ ઇન્ટરવ્યૂમાં ભારત સરકાર દ્વારા દેશમાં સામાજિક સમરસતા અને પછાતના વિકાસ માટે કેવા કેવા કાર્યો હાથ ધર્યા છે તે અંગે વિસ્તૃત અહેવાલ મેળવ્યો હતો.

પ્રશ્ન : પછાત વર્ગના ઉત્કર્ષ હૈદરાબાદમાં યોજાયેલા સમય સંમેલનમાં રચાયેલી કમિટીનો હેતુ અને સરકારનું શું આયોજન છે?

ઈરફાન અહેમદ: ભાજપ હંમેશા દેશના સર્વાંગી વિકાસને મહત્વ આપે છે હૈદરાબાદ ખાતે યોજાયેલી બેઠકમાં વિકાસ માટે સમિતિ બનાવી હતી અને તે સમિતિમાં મને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના પુત્ર અને દેશનો સમગ્ર વિશ્વમાં નામ રોશન કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને એક તાંતણે બાંધીને 70 વર્ષમાં કોઈએ ન કર્યું હોય તેવી રીતે તમામ વર્ગના સ્થાન માટેના પ્રયાસો શરૂ થયા છે અત્યાર સુધી પછાત સમાજના વિકાસ માટે વાતો થઈ પરંતુ કોઈએ નકર આયોજન કર્યુ નથી. આ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે કરીને દેખાડ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાના પગલે જ અમે મુસ્લિમ પાસમન્દાદા પાસમાંદા સમિતિની રચના કરી અને આ સંગઠન દ્વારા પછાત મુસ્લિમોને રાષ્ટ્રની મુખ્ય ધારામાં જોડવાના પ્રયત્નો કર્યા છે. સમિતિની નોંધણી કરી સમગ્ર દેશની જેમ ગુજરાતમાં પણ આ સંગઠનને કાર્યરત કરીને મુસ્લિમોના વિકાસ માટે કામ શરૂ કર્યું છે. દેશના તમામ વર્ગને સાથે રાખીને કામ કરવાનું પરિણામ જ છે કે ગુજરાતમાં156 જેટલી બેઠકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થયા છે

પ્રશ્ન : પાસમંદ સમિતિની રચનાનો હેતુ શું? લોકતાંત્રિક વિચારધારા સાથે પ્રગતિ કરીને તમે આગળ શું કરવા માંગો છો?

પાસમાંદ અર્થ એટલે આર્થિક પછાત સમાજ એવો થાય છે. લોકતંત્રમાં સમાજનો સર્વાંગી અને એક સરખો વિકાસ થાય અમે સમાજના પછાત વર્ગને સાથે રાખીને વિકાસ કરવામાં માનીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર આર્થિક પછાત લોકોના ઉત્કર્ષને પ્રાધાન્ય આપે છે. મુસ્લિમ સમાજને પણ મુખ્ય ધારામાં સામેલ કરવા માટે પછાતપણાના લેબલથી બહાર કાઢવા છે. શિક્ષણ રોજગારીમાં મુસ્લિમ સમાજ આગળ વધે દેશમાં કોઈ પછાત ન રહે તે અમારો હેતુ છે. આ 140 કરોડની જનતાને સાથે રાખીને ચાલવાનું પ્રશ્ન છે તેમાં કોઈ પછાત ન રહે તે અમારું લક્ષ્ય છે માનવતા અને માનવીને આગળ વધારવાની વાત છે. લોકતંત્રમાં આ તમામ મુદ્દાઓને સાથે રાખીને ચાલવું પડે છે, મહાત્મા ગાંધીએ આપણા દેશ અને સમગ્ર વિશ્વમાં માનવ સમાનતાનો સંદેશો આપ્યો છે તમે જોયું તમે જુઓ છો કે કેટલાક પક્ષો સમાજને વિભાજિત કરવા માટે રીત નવા પ્રચાર કરે છે. લઘુમતી સમાજ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સમર્થન આપવા તૈયાર થયા છે પરંતુ કેટલાક તત્વો ગેરમાર્ગે દોરે છે. અમે સમગ્ર દેશના લોકોને એક કરીને સાથે રાખવા માટે જ આ અભિયાન ઉપાડ્યું છે. અમારા માધ્યમથી અમે દેશના દરેક વ્યક્તિમાં રાષ્ટ્રવાદનો સંચાર કરવા માંગે છે અમે જો સૌ સાથે નહીં ચાલીએ તો દેશનો વિકાસ કેવી રીતે થશે તે વાત અમે તમામને સમજાવી રહ્યા છીએ.

પ્રશ્ન: સર્વ ધર્મ ને સાથે રાખીને ચાલવાની જરૂરિયાતને તમે કઈ રીતે જુઓ છો?

અમારા વિચાર અને સિદ્ધાંતો ભારતીય જનતા પાર્ટીના આદર્શ વિચારો છે આપણે સૌ દેશવાસીઓ એક છીએ અને સૌને સાથે મળીને દેશનો વિકાસ કરવો છે તે અમારા પક્ષના સિદ્ધાંતને અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. અમારું કામ જ ભાઈચારાનું છે જો સાથે મળીને ચાલતું નહીં તો આપણે આપણા વડાપ્રધાનનું સપનું કેવી રીતે પૂરું કરશુ? દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી અમૃત મહોત્સવનો હેતુ જ સૌને સાથે રાખવાનો છે. આગામી 25 વર્ષ હજુ આપણે સાથે કામ કરવાનું છે. 2046 માં જ્યારે આપણો દેશ 100 વર્ષની ઉજવણી કરતો હશે ત્યારે આપણે વિશ્ર્વની સૌથી મોટી શક્તિ બની ચૂક્યા હશું તેવો મને વિશ્ર્વાસ છે.

અમારા દેશના નાગરિકો પ્રગતિ કરવા માટે સક્ષમ છે અને કોઈપણ પરિણામ લાવવા માટે હંમેશા તત્પરસી ત્યારે આગામી સદી ભારતની હશે તે કહેવામાં જરા પણ બે મત નથી અને આ પ્રયાસો શરૂ થઈ ગયા છે અને દેશમાં સૌને સાથે રાખવાની પ્રક્રિયામાં ઓબીસી પછાત કે મુસ્લિમો બાકી ન રહે તે માટે વડાપ્રધાનના પ્રયાસો હવે પરિણામદારી બન્યા છે.

પ્રશ્ન : પછાત લોકો માટે નાની-નાની યોજના ઉપયોગી થાય તે માટે તમારૂં શું આયોજન છે.

ઇરફાન અહેમદ : હું તમને બતાવવા માગું છું કે 2000 પહેલાનું ભારત અને 2014 ના ભારતમાં તમને જમીન અને આસમાનનો ફરક દેખાશે. અત્યારે તમે કાશ્મીરથી લઈને ક્ધયાકુમારી સુધી કચ્છથી લઈ કોલકત્તા સુધી જશો તો મોટા મોટા હાઇવે એક્સપ્રેસ હાઈવે રેલવે સુવિધા નાના-નાના રાજ્યોમાં પણ મોટી-મોટી યોજનાઓ પહોંચી છે. ઘણા મોટા મોટા વિસ્તારોમાં નાની-નાની હતી તે બધી જગ્યાએ મોટી રેલવે લાઈન થઈ છે. આ બધી ઉપલબ્ધિઓ 2014 પછી આવી રેલવે હાઇવે, વિમાન સેવા તમામમાં વિકાસ થયો છે, હું એક બીજી વાત તમને કહેવા માગું છું કે તમારી ‘અબતક ચેનલ’ ગુજ઼રાતના દરેક ઘરમાં જાય છે અને દેશમાં પણ ઘણી જગ્યાએ તેનું પ્રસારણ થાય છે, હું આપણા ચેનલની માધ્યમથી કહેવા માગું છું કે 2014માં કોઈએ વિચાર્યું હતું કે પછાત અને બક્ષીપંચના લોકોના બેંકમાં ખાતા હોય અને બરાબર યાદ છે કે એ જમાનામાં નાના માણસોને ખાતા ખોલવામાં પણ બેંકના અધિકારીઓ આનાકાની કરતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં આજે 45 કરોડથી વધુ જન ધન ખાતાઓ ખુલ્યા છે, તે અમારી ઉપલબ્ધી છે. સરકારના મોટાભાગના લાભો બક્ષીપંચ અને પછાત લોકોને મળ્યા છે.

પ્રશ્ન : તમે દેશની જનતાને અમારા માધ્યમથી શું સંદેશો આપવા માંગો છો?

‘અબતક’ના એક્ઝિક્યુટિવ રીપોર્ટર અરૂણ દવેના પ્રશ્ર્નોમાં જણાવ્યું હતું કે હું તમારી ચેનલના માધ્યમથી સમગ્ર દેશની આગામી વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને હું અપીલ કરવા માગું છું કે કેન્દ્રમાં અમારી ભાજપની સરકાર છે તેવી જ રીતે રાજ્યોમાં પણ ભાજપની સરકાર હશે તો માત્ર પ્રધાનમંત્રી જન ધન યોજના જ નહીં પરંતુ તમામ વિકાસલક્ષી યોજનાઓ છે, વાળાના નાગરિક સુધી પહોંચાડવામાં અમને સવલત રહેશે અને અમારા દેશમાં ક્યાંય પણ કોઈપણ જગ્યાએ રહેતા છે, વાલા નાગરિક સુધી સરખો વિકાસ પહોંચી શકે, કોરોના કાળમાં તમે જોયું હશે કે દેશની 80 કરોડ જનતાને મફ્ત અનાજ પહોંચી શક્યું, અમેરિકામાં 30-35 કરોડની વસ્તી પણ નથી તેની સામે ભારતમાં 80 કરોડ લોકો સુધી સરકારે રાહત પહોંચાડી તેમ ડોક્ટર ઇરફાન અહેમદએ જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે સરકાર હમેંશા પ્રયત્નશીલ રહે છે.

2047 માં ભારત સ્વચ્છસમૃદ્ધ અને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ હશે

ઇરફાન અહેમદે જણાવ્યું હતું કે દેશ આઝાદીની 75ની વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. અમૃત મહોત્સવમાં આગામી 25 વર્ષની ઉપલબ્ધિઓ માટે તૈયાર થવાનું છે સો વર્ષ પછી 2047માં આપણી મહેનતથી ભારત સમૃદ્ધ શક્તિશાળી સ્વચ્છ અને વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જશે તે માટેના વડાપ્રધાનના પ્રયાસો સૌને સાથે રાખવા સફળ થવા જઈ રહ્યા છે. ઓબીસી અને મુસ્લિમ સમાજ પણ દેશની વિકાસધારામાં જોડાઈ તે માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. પાસ બંધ દેશ માટે મજબૂત જનાધાર અને શક્તિ માટે નિમિત બનશે.

‘અબતક’ ચેનલનો લોકહિત અને રાષ્ટ્રવાદના અભિગમને હું અભિનંદન આપું છું: ડો. ઇરફાન અહેમદ

ડોક્ટર ઇરફાન અહેમદે એક્ઝિક્યુટિવ રિપોર્ટર ડોક્ટર અરૂણભાઈ દવે સાથે વાતચીતમાં અબતક મીડિયા અને અબતક ચેનલની કાર્યપ્રણાલી અંગે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે હું અબતક ચેનલને અભિનંદન સાથે ધન્યવાદ આપું છું કે તે સમગ્ર ગુજરાતના જાહેર જીવન પર સતત નજર રાખી રહ્યા છે. દરેક જગ્યાએ હાજર રહે છે અને દેશમાં કોઈપણ જગ્યાએ ગુજરાત સંલગ્ન મુદ્દા હોય તો તેને ઉજાગર કરવા લાઈવ ટેલીકાસ્ટ કરે છે. આજે પણ ફક્ત કે એક એવો મુદ્દો ઉઠાવ્યો છે કે જેમાં ભાજપ સરકાર પછાત અને બક્ષીપંચ અંગે સરકારે કેવા કેવા કાર્ય અને આયોજન કર્યા છે તેને ઉજાગર કરવાની અબતક ચેનલની મહેનત અને તેના લોકલક્ષી અભિગમને હું સલામ કરૂં છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.