Abtak Media Google News

બેનામી સંપત્તિના જુના કેસમાં પણ ફરીવાર તપાસ કરી ગાળિયો કસવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જો બેનામી ટ્રાન્ઝેક્શન નવેમ્બર 2016ના પહેલા થયું હોય જ્યારે નવો સુધારેલ કાયદો અમલમાં આવ્યો ન હોય તો પણ જો મિલકત હજુ પણ ’હોલ્ડ’ રાખવામાં આવી હશે તો પક્ષકારોને તપાસનો સામનો કરવો પડશે.

જો કોઈ વ્યક્તિ સુધારા પછી બેનામી પ્રોપર્ટી ’હોલ્ડ’ કરે છે, તો તે બેનામી ટ્રાન્ઝેક્શનની વ્યાખ્યામાં આવશે તેવું બેનામી બાબતોના વિવાદો પરની અપીલ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું.

બેનામી સંપત્તિ મામલે ટ્રિબ્યુનલના ચુકાદા બાદ જુના કેસોમાં નવી તપાસની સંભાવના પ્રબળ બની

આ ચુકાદો એવા ઘણા લોકોને અસર કરી શકે છે જેઓ માની રહ્યા હતા કે કાયદાની પૂર્વનિર્ધારિત અસર નહીં હોય તેવા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પગલે જૂના સોદાઓ નજરમાં નહીં આવે.

આ એક મહત્વપૂર્ણ ચુકાદો છે અને એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા અપનાવવામાં આવેલ “બેનામી વ્યવહારો” ની વ્યાખ્યામાં “હોલ્ડ” શબ્દનું અર્થઘટન ઉચ્ચ અદાલતોમાં પણ પરીક્ષણ કરવામાં આવશે. આ અર્થઘટન જો માન્ય રાખવામાં આવે તો તેના વ્યાપક પરિણામો હોઈ શકે છે, તેવું લો ફર્મ ખેતાન એન્ડ કંપનીના ભાગીદાર આશિષ મહેતાએ જણાવ્યું હતું.

બેનામી સોદો એ એક વ્યવહાર અથવા વ્યવસ્થા છે જ્યાં કોઈ મિલકત અથવા શેર જેવી અસ્કયામતો કોઈ વ્યક્તિ દ્વારા “ટ્રાન્સફર” કરવામાં આવે છે અથવા “હોલ્ડ” કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો સંપત્તિનો ધારક તેના સાચા લાભકારી માલિક નથી.

ટ્રિબ્યુનલ માટે “ટ્રાન્સફર કરેલ” શબ્દ “હોલ્ડ” જેટલો જ મહત્વનો છે.  ટ્રિબ્યુનલ કાનૂનમાં વપરાયેલ કોઈપણ શબ્દને ચૂકી શકે નહીં. બેનામી વ્યવહારની વ્યાખ્યાનું યોગ્ય અર્થઘટન કરવા માટે અમે “હોલ્ડ” શબ્દને અવગણી શકીએ નહીં… બે અભિવ્યક્તિ શબ્દો, “ટ્રાન્સફર” અને “હોલ્ડ” સુધારા હેઠળ જોગવાઈને જોડીને વાંચવાની જરૂર છે, તેવું બેન્ચે બે કંપનીઓ દ્વારા શેરની ખરીદી, ટ્રાન્ઝેક્શન કરવા માટે તેમના ભંડોળની રચના અને ખરીદદારો અને પ્રમોટર વચ્ચેના સંબંધોને લગતી એક અપીલ સામે ચુકાદો આપતા પખવાડિયા પહેલા કહ્યું હતું.

બેનામી ટ્રાન્ઝેક્શન્સ (પ્રોહિબિશન) એમેન્ડમેન્ટ એક્ટ 1 નવેમ્બર, 2016થી અમલમાં આવ્યો છે. જ્યારે અધિનિયમએ નોટિસો અને મિલકતોની જાળવણીનો રાફડો ફાડી નાખ્યો હતો, ત્યારે ઓગસ્ટ 2022 માં સર્વોચ્ચ અદાલતે બેનામી કાયદાના પૂર્વનિર્ધારિત ઉપયોગને ગેરબંધારણીય જાહેર કર્યા પછી ઘણા લોકો કાયદાની તપાસમાંથી છટકી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.