Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે ૪૫૦૦થી વધારે સિનિયર સિટીઝનોને વધારે કિંમતના સાધન-સહાય અર્પણ

વડિલની સેવા કરવી તે દરેકની અગ્રીમ ફરજ છે અને દરેક સંતાન મા-બાપનો છાયડો સદાય તેમને મળતા રહે તેવી તેમની ઇચ્છા ધરાવતા હોય છે રાજય સરકાર પણ વડિલો માટે શ્રવણી બનવા માટે સદાય તૈયાર છે અને તે માટે રાજય સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે અને આજનાં આ વડિલો માટેનાં કાર્યક્રમમાં વડિલોનાં આર્શવાદ મેળવવા માટે હુ આપનો દિકરો બનીને આવેલ છુ અને તમારુ સન્માન કરતા હું ગૌરવ અનુભવી રહયો છુ તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે સીનીયર સિટીઝનોને સાધન – સહાય  અર્પણ કરતા જણાવ્યુ હતું.રાજય સરકાર છેવાડાનાં અંતિમ માનવીનાં સર્વાંગી ઉતન કરવા માટે સદાય કટીબધ્ધ છે અને તે બાબતે સરકાર સંવેદનશીલ છે જેનો અહેસાસ લોકોને પણ ઇ રહયો છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ સ્િિત શ્રીસ્વામિનારાયણ મંદીર ખાતે વિકાસલક્ષી ત્રિવિધ સમારોહમાં જણાવ્યુ હતું.મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે,રાજયમાં કોઇને બિચારા કે ઓશીયાળા જિંદગી જીવવી ન પડે તે માટે સરકાર પ્રતિબધ્ધતા સો આગળ વધી રહી છે અને એટલા જ માટે રાહતદરે દવા મળી રહે તે માટે સમગ્ર રાજયમાં જેનરીક મેડીકલ સ્ટોર શરૂ કરવામાં આવેલ છે.સરકાર વિધવા બહેનો માટે પેન્શનની રકમ પણ બમણી કરી આપી છે અને રાજયનાં શ્રમજીવીઓને માટે માત્ર રૂા.૧૦ માં પોષણયુકત ભરપેટ ભોજન આપવાની યોજના અમલમાં છે જેનો બહોળો પ્રતિસાંદ સાંપડેલ છે. તેમજ સમાજનાં નબળાવર્ગનાં લોકો માટે રાહતદરે અનાજ પુરવઠો પુરો પાડવામાં આવી રહયો છે. વડિલોને ર્તીયાત્રા જવા માટે સરકારે શ્રવણર્તી યાત્રાનો પ્રારંભ કરેલ છે જેનાં કિ  વડિલો આજે ઉત્સાહ સો ર્તીયાત્રા પણ કરી રહયા છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે જણાવ્યુ હતુ કે, રાજય સરકાર ધ્વારા ઉચ્ચશિક્ષણની સુવિધામાં વધારો કરવા માટે સદાય સક્રિય છે અને તેના ભાગરૂપે રાજકોટ ખાતે રૂા.૧૦૬.૭૦ કરોડનાં ખર્ચે અતિ આધુનિક અને સંપુર્ણ સુવિધાજનક કુમાર અને ક્ધયા છાત્રાલય બનાવવામાં આવેલ છે ક્ધયા-કુમાર આ સુવિધાનો લાભ મેળવી ઉચ્ચ્ અભ્યાસ પ્રાપ્ત કરી રહયા છે.મુખ્યમંત્રીએ આ પ્રસંગે દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું.રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા ઉપસ્તિ મહાનુભાવોનાં હસ્તે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા આયોજિત કાર્યક્રમમાં ૧૧ લાર્ભાીઓને ટોકન સ્વરૂપે સાધન સહાયનું લાર્ભાીઓને વિતરણ કરવામાં આવ્યુ હતું આ વિતરણ કેમ્પમાં કુલ ૪પ૦૦ ી વધારે બી.પી.એલ. કેટેગરી સીનીયર સિટીઝનોને  સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તકે મુખ્યમંત્રીએ અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાની રૂા. પ૧૪ લાખનાં ખર્ચે તૈયાર યેલ અધતન આદર્શ નિવાસી શાળા ક્ધયા છાત્રાલય સંકુલનું અને વિકસતી જાતી કલ્યાણ ખાતાની રૂા. ૫૭૬.૭૬ લાખનાં ખર્ચે નિમાર્ણાધિન શ્રી મહાત્મા ગાંધી આદર્શ નિવાસી કુમાર શાળાનાં નવા સંકુલોનું  લોકાર્પણ પણ કર્યું હતું. સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમારએ તેમનાં ઉદબોધનમાં જણાવ્યુ હતું કે, સમાજનાં નબળા વર્ગનાં વિર્ધાીઓને ઉચ્ચ અને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે રાજય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકી છે.જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર ધ્વારા દાતાઓનાં સહયોગી જિલ્લાનાં ૪૫૦૦ કરતા પણ વધારે બી.પી.એલ. કેટેગરીનાં સીનીયર સિટીઝનોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ છે જેમાં વરિષ્ઠ નાગરિકોને પોતાનાં રોજીંદા જીવનમાં ઉપયોગી સાધનો હાઘોડી, ચશ્મા, ઓલ્ડ એઇઝ સ્ટીક, ફોલ્ડીંગ વોકર, વ્હિલ ચેર, ટ્રાયસિકલ, વોકર અને હીયરીંગ એઇડ જેવા સાધનોનો સમાવેશ કરવામાં આવેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.