Abtak Media Google News

વોર્ડ નં.૧૪,૧૧,૧૨ તથા વોર્ડ નં.૮માં વોટર વર્કસના કામનું ખાતમુહૂર્ત થયુંરાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૪, ૧૧, ૧૨, તથા વોર્ડ નં.૦૮માં વોટર વર્કસના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત થયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૪,૧૧,૧૨, તથા વોર્ડ નં.૦૮માં રૂ.૬૨.૭૮ કરોડના ખર્ચે વોટર વર્કસના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પુર્વ કેન્દ્રીયમંત્રી ડો.વી.આર.કથીરિયા, ડે.કમિશનર જાડેજા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવરાજભાઈ મકવાણા(બાબુભાઈ આહીર), બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ વી.એમ.પટેલ, મહામંત્રી રમેશભાઈ ચાવડીયા, કાથડભાઈ ડાંગર, વોર્ડ નં.૦૭ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા તેમજ કોર્પોરેટરો, આગેવાનો તથા આ વિસ્તારના બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિકાસ માટે માળખાકીય સુવિધાઓ આવશ્યક છે. રાજ્ય સરકાર જે વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ખૂટતી હોય કે બાકી હોય તેની પૂર્તિ કરવા કટીબદ્ધ છે. અને સ્થાનિક સ્તરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  રૂ.૬૨.૭૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તથી તેની પણ આ કટીબધ્ધતા દ્રષ્ટિગોચર થાય છે.

વિશેષમાં, મંત્રીએ જણાવેલ કે, ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના અને માં અમૃતમ/વાત્સલ્ય યોજના સામાન્ય કુટુંબને ધ્યાનમાં રાખીને અમલી બનાવવામાં આવેલ છે. જે ગરીબો માટે આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાતમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે છે. જેના કારણે ઉદ્યોગપતિઓ વધુને વધુ મૂડી રોકાણ કરવા પ્રેરાયા છે અને પરિણામે ગુજરાતમાં રોજગારીનો તકો વધી રહી છે.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસનમાં છેવાડાના માનવી સુધી મૂળભૂત સુવિધાઓ જેવી કે, રસ્તા, ગટર, લાઈટ, પાણી, ડ્રેનેજ વિગેરે પૂરી પાડવા માટે સંકલ્પબદ્ધ છે તેવું જણાવ્યું.આ પ્રસંગે મંત્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ પદાધિકારીઓ દ્વારા તથા વોર્ડ નં.૦૮ના ભાજપના સંગઠન હોદ્દેદારો દ્વારા મંત્રીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ. બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.