Abtak Media Google News

રેપોરેટ ઘટાડવા સાથો સાથ કેસ રિઝર્વ રેશિયો પણ ઓછો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રની સાથો સાથ ભારતીય અર્થતંત્રની કમર પણ તૂટી ચૂકી છે. બજારમાં વેપાર-ધંધા બંધ છે. ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન આયાત-નિકાસ સદંતર બંધ રહેશે. પરિણામે લોકડાઉન બાદ પણ આર્થિક મહામારીનો સામનો લોકોને કરવો પડે તેવી ભીતિ છે. જેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે કેટલીક મહત્વની જાહેરાત થઈ હતી. જેમાં બેંકોમાં કેસ રિઝર્વ રેશિયો ૧૦૦ બેઝિસ પોઈન્ટ ઘટાડવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. બેંકોમાંથી નાણાનું મોટુ પ્રમાણ બજારમાં ઠલવાય તે આવશ્યક છે. જેથી આગામી એક વર્ષ સુધી કેસ રિઝર્વ રેશિયો ૧૦૦ બેઝિસ પોઈન્ટ ઘટેલો રહેશે.

કેસ રિઝર્વ રેશિયો ઘટાડવાના કારણે હવે બજારમાં તરલતા વધુ તિવ્ર બનશે. લાંબા સમયથી સરકારે બજારમાં તરલતા લાવવા પ્રયત્ન કર્યા હતા. ગઈકાલે રેપોરેટ પણ ૭૫ બેઝિસ પોઈન્ટ ઘટાડાયા હતા. રિવર્સ રેપોરેટમાં પણ ૯૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. હવે નવા રેપોરેટ ૪.૪ ટકા છે જ્યારે રિવર્સ રેપોરેટ ૪ ટકાએ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થતંત્રને શ્ર્વાસ લેતુ રાખવા રૂા.૩.૭૪ લાખ કરોડની તોતીંગ રકમ બજારમાં ઠાલવી છે. ભારતીય બેન્કિંગ સીસ્ટમ માટે આ રકમ ખુબજ આવશ્યક બની જાય છે.

આર.બી.આઇ. ના ગર્વનર શકિતકાંતદાસે ૭મી દ્વીમાસીક આર્થિક રણનીતીની તેના અમલની તારીખ પૂર્વે જાહેરાત કરતા ૩.૭૪ લાખ કરોડ બેકીંગ ક્ષેત્રમાં ઠાલવવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોનિટરી પોલીસી સમીતી આર.પી.સી. એ બેઠક પહેલા આ નિર્ણય લીધો હતો. ૩૧મી માર્ચ ૧ અને ૩ એપ્રીલ અને માર્ચ ર૪, માર્ચ ૨૬ અને માર્ચ ર૭ દરમિયાન દેશના અર્થતંત્ર માટેના નિર્ણયો માટે બેઠકનું આયોજન થયું હતું. આર.બી.આઇ. એ સાત વર્ષમાં પ્રથમ વખત સી.આર.આર.માં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

બેંકએ ૧ થી ૩ ટકા જેટલો ધટાડો કરવાનો નિર્ણય લઇ ચુકી છે. આર.બી.આઇ. એ છેલ્લે ૨૦૧૩માં સી.આર.આર. માં રપ બેઝીક અંકનો ધટાડો કર્યો હતો.

કોરોના સંક્રમણના પ્રભાવમાં આવેલા અર્થતંત્રને બેઠું કરવા માટે દરેક બેંકો સી.આર.આર. માં ૩ થી ૧૦૦ બેઝીક પોઇન્ટ સુધીનો ધટાડો કરવાની માંગ કરી રહી છે. ત્યારે માર્ચ ર૮ ૨૦૨૦ થી તેનો અમલ શરૂ કરશે.

સી.આર.આર.માં ધટાડા સાથે બેકિંગ ક્ષેત્રે ૧.૩૭ લાખ કરોડનો ડોઝ આપવામાં આવશે માર્ચ ર૭ ૨૦૨૧ થી તેના અમલ શરુ થશે. આર.બી.આઇ.એ જણાવ્યું હતું .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.