Abtak Media Google News

સરકાર મોરેટોરીયમ પીરીયડનું વ્યાજ માફ નહીં કરે જેના બદલે લોનની સમય મર્યાદામાં વધારો કરવાનો વિકલ્પ અપાયો

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અનેકવિધ ક્ષેત્રને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે તો બીજી તરફ દેશના અર્થતંત્રમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે સરકારે કોરોનાની હાડમારીમાં લોકોને રાહત મળી રહે તે માટે લોન ધારકોના હપ્તામાં બે વર્ષનો વધારો કર્યો છે. બીજી તરફ સરકારે એ વાતની સ્પષ્ટતા કરી છે કે જે મોરેટોરીયમ પીરીયડ નકકી કરવામાં આવ્યો હતો તેમાં વ્યાજ માફી નહીં આપે પરંતુ લોન રીસ્ટ્રકચરનો વિકલ્પ સરકારે આપ્યો છે. સરકારે મોરેટોરીયમ દરમિયાન વ્યાજ માફી અંગેની જે અરજીઓ અને રજુઆતો કરવામાં આવી હતી તે અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, વ્યાજમાફી બાદ લોનને રીશીડયુલ કરવાનો વિકલ્પ સરકાર પાસે રહ્યો છે. સરકારે પણ કોર્ટને માહિતી આપતા જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક મહામારીના પગલે એપ્રિલથી જુન માસના ત્રિમાસિકગાળામાં દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે.

જીડીપીમાં પણ ૨૩ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો જેથી હવે બેંક લોન પર વ્યાજ માફીની શકયતાઓ પૂર્ણ‚પથી થઈ ચુકી છે. જેથી કેન્દ્ર સરકાર અને રીઝર્વ બેંકનો પક્ષ રજુ કરવા કોર્ટમાં હાજર થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જસ્ટીસ અશોક ભુષણની આગેવાની હેઠળની બેંચને માહિતી આપતા જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન લોન ચુકવણી અંગે મોરેટોરીયમની સુવિધાને બે વર્ષ સુધી આગળ ધપાવી શકાય ત્યારે ફરી આજે સુપ્રીમ કોટમાં લોન ધારકોને કેવી રીતે રાહત આપવી તે અંગે સુનાવણી હાથ ધરાશે જેમાં વ્યાજ માફી અંગે ચર્ચા પણ કરવામાં આવશે.

સુપ્રીમકોર્ટમાં છ મહિનાના મોરેટોરીયમ અવધી સુધી લોન ધારકોને વ્યાજ માફી અંગે અરજી દાખલ કરવામાં આવી છે. જે અંગેની સુનાવણી જસ્ટીસ અશોક ભુષણની અધ્યક્ષતા વાળી બેંચ દ્વારા કરવામાં આવી રહી છે. આજે સુપ્રીમકોર્ટ કેન્દ્ર સરકાર પાસેથી જે જવાબ માંગ્યો છે તેની સુનાવણી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.