Abtak Media Google News

સ્પેક્ટ્રમ હરાજીની ચૂકવણીના સમયગાળામાં ચાર વર્ષનો વધારો: હજુ સેક્ટરને વેગવંતુ બનાવવા માટે લાઇસન્સ ફીમાં ઘટાડા, સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જિસમાં ઘટાડા સહિતની કંપનીઓની અપેક્ષાઓ

ટેલિકોમ સેક્ટરને રાહત આપતાં કેન્દ્રીય કેબિનેટે સ્પેક્ટ્રમ હોલ્ડિંગની મર્યાદા હળવી કરી છે અને ટેલિકોમ કંપનીઓએ હરાજીમાં મેળવેલા સ્પેક્ટ્રમ માટે ચુકવણી કરવા વધુ સમય આપ્યો છે. ભારે દેવાના બોજ હેઠળ ટેલિકોમ સેક્ટરમાં સંકટની સ્થિતિ છે. ગળાકાપ સ્પર્ધાના કારણે કંપનીઓની હાલત ખરાબ થઈ છે.

સ્પેક્ટ્રમ હોલ્ડિંગની મર્યાદા હળવી કરવાથી મર્જર એન્ડ એક્વિઝિશન તથા સ્પેક્ટ્રમના વેચાણને ઉત્તેજન મળશે. ટેલિકોમ કંપનીઓ દેવું ઘટાડવા માટે એરવેવ્ઝ સહિતની એસેટ વેચવા પ્રયાસ કરી રહી છે. હરાજીમાં ખરીદેલા એરવેવ્ઝની ચુકવણી કરવાનો સમયગાળો ૧૨ વર્ષથી વધારીને ૧૬ વર્ષ કરવામાં આવ્યો છે. તેનાથી કેશ ફ્લો વધારવામાં મદદ મળશે અને ₹૭.૭ લાખ કરોડના ઋણનો સામનો કરતી ટેલિકોમ કંપનીઓને નજીકના ગાળામાં રાહત મળશે. ટેલિકોમ કંપનીઓની આવક અને નફો બંને ઘટ્યા હોવાથી સંકટ ગંભીર બન્યું છે.

ટેલિકોમ કંપનીઓ અને નિષ્ણાતોએ રાહતના પગલાને આવકાર્યા હતા. જોકે, તેમણે કહ્યું કે સેક્ટરને ઉગારવા માટે વધુ પગલાં લેવાની જરૂર છે. તેમાં લાઇસન્સ ફીમાં ઘટાડો, અને સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જિસમાં ઘટાડો થવો જોઈએ જેથી સેક્ટરની લોંગ ટર્મ નાણાકીય સ્થિતિમાં સુધારો થાય. સરકાર માને છે કે આ સેક્ટર માટે સૌથી ખરાબ સમય પૂરો થયો છે. ટેલિકોમ સેક્ટરની આવક ધીમે ધીમે સ્થિર થઈ રહી છે અને આ પગલાંથી ઇન્ડસ્ટ્રીને તાત્કાલિક રાહત મળશે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે ડિફર્ડ પેમેન્ટ લાયેબિલિટીના રિસ્ટ્રક્ચરિંગથી ટેલિકોમ સેક્ટરમાં કેશ ફ્લો નજીકના ગાળામાં વધશે અને તેમને અમુક રાહત મળશે. તેણે ઉમેર્યું કે ઇન્સ્ટોલમેન્ટમાં થયેલો વધારો એ સિદ્ધાંત પર આધારિત છે કે ૨૦૧૨માં સ્પેક્ટ્રમની હરાજી માટે અરજી મગાવતી નોટિસમાં નેટ પ્રેઝન્ટ વેલ્યૂ (એનપીવી) સુરક્ષિત છે. ૨૦૩૪-૩૫ સુધી મેળવેલી વાસ્તવિક રકમ ₹૭૪,૪૪૬.૦૧ કરોડ જેટલી વધારે હશે.

કેબિનેટે એકંદરે એરવેવ્ઝ હોલ્ડિંગ મર્યાદા ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા કરી હતી. હાલમાં સરકારી નિયમો પ્રમાણે કોઈ પણ મર્જ થયેલી એન્ટિટી કોઈ પણ સર્વિસ એરિયા અથવા સર્કલમાં ફાળવાયેલા સ્પેક્ટ્રમમાં ૨૫ ટકાથી વધુ હિસ્સો ખરીદી શકતા નથી. ચોક્કસ બેન્ડમાં આ મર્યાદા ૫૦ ટકાની છે. તેણે ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજનના અધ્યક્ષપદ હેઠળ ટેલિકોમ પંચની ભલામણોને ટેકો આપ્યો છે જેમાં ટેલિકોમ કંપનીઓના ઇન્ટ્રા-બેન્ડ સ્પેક્ટ્રમ હોલ્ડિંગમાં ૫૦ ટકાની મર્યાદા દૂર કરવા જણાવ્યું છે. તેના બદલે તેણે ૭૦૦ ખઇંુ, ૮૦૦ ખઇંુ અને ૯૦૦ ખઇંુ બેન્ડ્સમાં સંયુક્ત સ્પેક્ટ્રમ હોલ્ડિંગ્સમાં અલગથી ૫૦ ટકાની કેપ મૂકવાનો નિર્ણય લીધો છે.

ઇવાય ખાતે ઇમર્જિંગ માર્કેટના ટીએમટી પ્રશાંત સિંઘલે કહ્યું કે, ઉદ્યોગની સ્થિતિને ધ્યાનમાં લેતાં સરકાર લાઇસન્સ ફી, રેવન્યુ શેર, જીએસટી વગેરે ક્ષેત્રમાં વધારે રાહત આપી શકતી હતી. કારણ કે આ સેક્ટર પર સૌથી વધારે ટેક્સ લેવામાં આવે છે.`

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.