Abtak Media Google News

રાજકોટ શહેરના વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર અને એસ્ટેટ કમિટી ચેરમેન શ્રી જયાબેન હરિભાઈ ડાંગરની ગ્રાન્ટમાંથી દોશી હોસ્પિટલ મેઈન રોડથી માવડી મેઈન રોડ સુધી બંને સાઈડ લાખો રૂપિયાના ખર્ચે ઇન્ટર બ્લોકીંગ ફૂટપાથનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ.

રાજકોટ શહેરના જ્યાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ દ્વારા વોર્ડ નં.૧૩માં પોર્સ વિસ્તાર ગણાતો દોશી હોસ્પિટલ મેઈન રોડથી ગરબી ચોકથી માવડી મેઈન રોડ સુધી કોર્પોરેટરશ્રી જયાબેન હરિભાઈ ડાંગરની ગ્રાન્ટમાંથી બંને સાઈડ ઇન્ટર બ્લોકીંગ ફૂટપાથનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ અને એસ્ટેટ કમિટી ચેરમેન અને જાગૃત કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, અશ્વિનભાઈ પાંભરના વરદ્ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ પ્રમુખ હસુભાઈ ચોવટિયા, વોર્ડ મહામંત્રી યોગેશભાઈ ભુવા, સંજયસિંહ વાઘેલા, પૂર્વ વોર્ડ પ્રમુખ રસિકભાઈ સાવલીયા, ભાજપ અગ્રણીઓ શૈલેશભાઈ ડાંગર, વિજયભાઈ ટોળીયા, ભરતભાઈ બોરીચા, અજીતસિંહ ઝાલા, ગોવિંદભાઈ કથીરિયા, વિનુભાઈ પોપટ, કેતનભાઈ વાછાણી, વિશાલભાઈ પરમાર, કુંવરજીભાઈ કથીરિયા, કિશોરભાઈ કોટડીયા, ધમભા ઝાલા, તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ દર્શનાબેન મોલીયા, એકતાબેન પંચાલ, હંશાબેન વાળા, ભાનુબેન, જયાબેન, સુમિતાબેન, તેમજ બહોળી સંખ્યા લત્તાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.