Abtak Media Google News

પાકને નુકસાનના કિસ્સામાં મળતા વળતરમાં 25% સુધીનો વધારો,પશુ વળતર પણ વધારાયું

કેન્દ્ર સરકારે આપત્તિ રાહત સહાય રકમમાં 20 થી 50 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. વરસાદ, પૂર અને હિમપ્રપાતની તબાહીનો સામનો કરી રહેલા લાખો લોકોને રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  તેનાથી પાક, મકાનો, હોસ્પિટલો, શાળાઓ અને ઇમારતોને નુકસાન તેમજ વ્યક્તિગત શારીરિક નુકસાન બદલ વધુ વળતર મળશે. સરકાર દ્વારા મકાનોને નુકસાન અને પ્રાણીઓના મૃત્યુ માટે આપવામાં આવતી રાહત રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  જો કે, મૃત્યુ પર નજીકના સંબંધીઓને સહાયની રકમમાં કોઈ વધારો થયો નથી.  પાકના 33% કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં, સિંચાઈવાળા વિસ્તારોમાં પ્રતિ હેક્ટર રૂ. 6,800ને બદલે હવે 8,500 અને સૂનિશ્ચિત સિંચાઈવાળા વિસ્તારોમાં 13,500ને બદલે રૂ. 17,000 પ્રતિ હેક્ટર મળશે.  આ વધારો અનુક્રમે 25 અને 20% છે.

ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર પવન કુમારે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરી છે.  હાલમાં પૂર અને અતિવૃષ્ટિના કિસ્સામાં નવા દરે સહાય આપવામાં આવશે.  સુધારેલા દરો નાણાકીય વર્ષ 2022-23 થી લાગુ થશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તમામ એક લાભાર્થી સહાય લાભાર્થીના બેંક ખાતામાં ડિબિટી દ્વારા ઉપલબ્ધ કરાવવી જોઈએ.  બે વર્ષ પછી ધોરણોની મધ્ય-ગાળાની સમીક્ષા કરવામાં આવશે.

ક્યારે કેટલી સહાય?

  • * મૃતકના નજીકના સંબંધીઓને: રૂ. 4 લાખ (કોઈ વધારો નહિ)
  • * 40-60% અપંગતા: રૂ.59,100ને બદલે રૂ.74,000
  • * 60% થી વધુ વિકલાંગતા: 2.50 લાખનું વળતર
  • * ગંભીર ઇજા : 12,700 ને બદલે 16,000 રૂપિયા, ઘાયલોને 4,300ને બદલે 5,400
  • * આપત્તિમાં ઘરને નુકસાન : કપડા માટે રૂ. 2,500 અને ઘરની વસ્તુઓ માટે રૂ. 2,500.
  • * ખેતીની જમીનમાંથી કાટમાળ હટાવવા, ફિશ ફાર્મનું સમારકામ: 12,200ને બદલે પ્રતિ હેક્ટર રૂ. 18,000.
  • * ખેડૂત દીઠ ન્યૂનતમ 2,200 સહાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.