Abtak Media Google News

વડતાલ પીઠાધિપતિ રાકેશપ્રસાદજીની પ્રેરક ઉપસ્થિતિ

વજુભાઇ વાળા સહિતના રાજકીય આગેવાનોએ કર્યુ કથાનું રસપાન

શહેરમાં બિરાજતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના સાનિઘ્યમાં નુતન મંદિરના લાભાથર્.ે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ તેજ જ ઘર સભાનું ભવ્ય આયોજનની હારમાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં શનિવારના ચોથા દિવસે યજમાન ચેતનભાઇ રામાણી તેમજ તેમના પરિવાર દ્વારા આમંત્રણને ખાસ માન આપી કર્ણાટકના પૂર્વ રાજયપાલ તેમજ ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે કથા સ્થળ પર યજમાન ચેતનભાઇ તેમજ તેમના સુપુત્ર હરિકૃષ્ણ દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત અભિવાદન કર્યુ હતું.વજુભાઇ વાળાએ સ્ટેજ પર પોતાના વકતવ્યમાં કહ્યું કે, હંમેશા સાદગી, સૌમ્ય સ્વભાવ અને સરળ જીવન રાખી મોટી મહાનતાની ઉપલબ્ધી થઇ શકે છે. હનુમાનજી, પ્રહલાદ જેવા ભકત હંમેશને માટે આવા ગુણોનો સાદર સ્વકાર કરી રાખ્યો હતો.

જે આપણને શીખવે છે કે માન સન્માન મળે તો અભિમાની ન થવું અને કયારેય ન મળે તો દુ:ખી ન થવું. બધું જ ક્ષણીક હોય છે જો સનાતન છે તો એ છે ભકિત, આસ્થા અને શ્રઘ્ધાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પિઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ખાસ વડતાલથી આયોજકો અને યજમાન પરિવારના આમંત્રણને માન આપી સૌ હરિભકતોને દર્શન અને આશીર્વાદ આપવા પધાર્યા હતા. મહિનાના ટુંકા ગાળામાં 4000 ફુટ થી વધુના બંધકામને જોતા  કહ્યું  કે આ અદ્રુત  અવિસવસ્નીય વાત ને મન સ્વીકારવા તૈયાર નથી અને એવા ભવ્ય પરિશ્રમ જેમના દ્વારા કરવામાં આવ્યા છે એવા વિવેક સ્વામી, રાધારમણ સ્વામીને અભિનંદન તેમજ સરકારમા થી જેમનો અમુલ્ય ફાળો રહ્યો છે.

એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, યજમાન ચેતનભાઇ રામાણી પર ભગવાન બાલાજી દાદા હંમેશને માટે રાજીપો રાખશે અને તેમનું મંગળ કરે કેમ કે, આ સુંદર, સુદ્રઢ વયવસ્થાઓ રાજકોટના અનન્ય હરિભકતોને મળશે અને તેઓ રાજી થઇ ભગવાનને અભયર્થના કરશે જેનું ફળ જમીન સંપાદન કરવામાં આવતા તમામ પદાધિકારીઓને મળશે.

ભગવાન સપ્તાહના પ્રથમ સત્રના વકતા પ.પૂ. નિલકંઠચરણદાસજી સ્વામીએ ભાગવત સપ્તાહમાં આવતા 6,7,8 સ્કંધમાં ભકત પ્રહલાદની ભકતી, આસ્થા, શ્રઘ્ધાની વાત કરીને તેના ગુણોને સમજાવી તેને જીવનમાં આર્દશ બનાવી સાદર સ્વીકાર કરી ભાગવાન શ્રી રામનો વનવાસ પુરો થયો અને અયોઘ્યામાં ભરી રામરાજય સ્થાપ્યું અને ભગવાન રામના દબાદબાભેર ભવ્ય જન્મોત્સવમાં સ્ટેજ પ કોલ્ડફાઇર, બલુન, ચોકલેટ, ફૂલો, ડ્રાયફુટો ઓ અત્રે, તત્રે, સર્વત્રે પ્રસાદી બાટી દિવ્ય સંગીતો ધુનોથી વાતાવરણ મંત્રમુગ્ધ બનાવી ભકતોને કથા સાગરમાં ડુબકી મંત્રમુગ્ધ કર્યા હતા.

ત્યારબાદ ભાગવત સપ્તાહના દ્રિત્ય સત્રના વકતા પ.પૂ. નિત્યસ્વરુપદાસજી સ્વામીએ ભાગવત સપ્તાહમાં આવતા સ્કંઘમાં કૃષ્ણ જન્મોત્સવને ભવ્યાતીભવ્ય અને દિવ્યાતી દિવ્ય ઉજવણી કરાવી, આકાશમાં આતશબાજી, સ્ટેજ પર કોલ્ડફાઇર કરી, નંદ ઘેરા નંદ ભૈયો, જય કનૈયા લાલકી, સાથે ચેતનભાઇ રામાણીનો ભાણેજ હેનીલ ને કનૈયો બનાવી  સ્ટેજ પર લઇ આવવામાં આવ્યો ને હિંડોળામાં બિરાજીત ઠાકોરજીને સૌએ પારણ્યે ઝુલાવી  જન્મોત્સવના દર્શન કરી હરખભેર પ્રસાદીનું વિતરણ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.