Abtak Media Google News

શિવ ટાઉનશીપ અને મીરાબાઈ ટાઉનશપનો દબદબો

ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ દ્વારા  હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ એવોર્ડ્સનું આયોજન કરવામાં  આવ્યું હતુ જેમાં મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલ 5 આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ  દ્વારા આઈજીબીસી  મેમેન્ટો આપવામાં  આવ્યો હતો.  વધુ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા આઈજીબીસી મેમેન્ટો આપવામાં આવી છે.  તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન  વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન  કેતનભાઈ પટેલએ જણાવ્યું હતું.

Screenshot 4 34

અત્યાર સુધીમાં 32,345 આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્ક્લુંઝીવ પ્રકારની બનાવવામાં આવેલ છે. જેમાં આવાસોની સાથે 7 આંગણવાડીઓ તેમજ 560 દુકાનોનું નિર્માણ પણ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે. જેમાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર પીવી સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસિ્ંટગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કેવીટી વોલ  ની સુવિધા, કોમન લાઈટીંગ માટે એલઈડી બલ્બનો ઉપયોગ, ક્ધસ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા જુદા પ્રકારમાં પુન:ઉપયોગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે.

રેઇન વોટર હાર્વેસિ્ંટગ સીસ્ટમના કારણે મહત્તમ સમય દરમ્યાન વરસાદી પાણીના થયેલ જળ સંચયનો ઉપયોગ થઇ શકે. તેમજ ચણતર માટે અઅઈ બ્લોકસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડીંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવેલ છે અને તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવેલ છે. જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે. મવડીથી પાળ ગામ વચ્ચે બનાવવામાં  આવેલી એલઆઈજી કેટેગરીના  864 આવાસોની  શિવ ટાઉનશીપ અને એમઆઈજી કેટેગરીના  272 આવાસોની મીરાબાઈ ટાઉનશીપને ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.