Abtak Media Google News

દરિયામાં વહી જતા નર્મદા ડેમના પાણી તાત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રબળ મનોબળથી આજે ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પહોચ્યા

સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થતા ખેતી લાયક જમીનના વિસ્તારોમાં વધારો થયો: જગતાતની પણ આવક વધી

આપણે સહુ ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિથી જાણકાર છીએ. ગુજરાતમાં બારમાસી નદીઓ જૂજ છે. આપણો ખેડૂત ખેતી માટે મહદ અંશે વરસાદી પાણી પર નિર્ભર રહેતો હતો. ખેડૂતોની આ સમસ્યાથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સુપેરે વાકેફ હતાં. તેમને જગતના તાતની મહેનત પર વિશ્વાસ હતો કે જો તેમના ખેતરે પાણી પહોંચશે, તો તેઓ રાજ્યની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે ખેડૂતોના ખેતરે પાણી પહોંચાડવાનો નિર્ધાર કર્યો. નર્મદા નદી પર બંધ બાંધ્યા પછી પણ ઘણું પાણી વહી જતું હતું. નરેન્દ્રભાઇ મોદીએ આ વહી જતાં પાણીનું આયોજન કર્યુ. જેના પરિણામે ઐતિહસિક સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાઓ જન્મી આજે રાજ્યમાં વિશાળ કેનાલ નેટવર્ક ઉભું થયુ છે.

સૌની યોજના થકી સૌરાષ્ટ્રના 11 જિલ્લાનાં 115 જળાશયોને નર્મદાના નીરથી ભરી  970થી વધુ ગામોમાં 8,24,872 એકર વિસ્તારમાં સિંચાઈ અને  પીવાના પાણીની સુખાકારી વધી: ખેડુતો વર્ષમાં ત્રણ -ત્રણ  પાક લેતા થયા

નરેન્દ્રભાઇ મોદીએ ન માત્ર કેનાલ નેટવર્ક ઉભું કર્યું પરંતુ તેમણે લોકોને જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે પ્રેરીત કર્યા. લોકભાગીદારીથી જળ સંચયના કામો કરવાની દેશમાં નવી પદ્ધતિ આપી છે. તેમના જળ સંગ્રહના અભિયાનને આગળ વધારા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ થયું. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પાંચમો તબક્કો પૂર્ણ થયો. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી છે અને રાજ્યની 24 હજાર 418 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.

અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ ઇરીગેશન દ્વારા સિંચાઈનું પાણી પહોંચાડીને આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પૂરી પાડી છે.

સુજલામ સુફલામ યોજના (સ્પ્રેડીંગ કેનાલ અને પાઈપલાઈનો)

ઓછા અને અનિયમિત વરસાદની સમસ્યાથી પીડાતા અને સૂકા પેટાળવાળા ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાઓ માટે પીવાના પાણી અને સિંચાઈ સુવિધાઓ પુરી પાડવા કડાણા યોજનાના દરિયામાં વહી જતુ અંદાજે 700 મિલિયન ઘનમીટર પાણી કડાણા બંધથી બનાસ બેઝિન સુધી 337 કિ.મી. લંબાઇની કેનાલ દ્વારા પહોંચાડવાની યોજના પૂર્ણ થયેલ છે જેના પરીણામે 1.72 લાખ એકર વિસ્તારમાં જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભુગર્ભ જળ દર વર્ષે 3 થી 4 મીટર જેટલા નીચા જતા હતા. સુજલામ સુફલામ યોજનાના અમલ દ્વારા ભુગર્ભ જળ સંચય થવાથી ભુગર્ભ જળના સ્તર નીચા જતા અટક્યા છે જેના કારણે સિંચાઇ માટે થતા વિજળીના ખર્ચમાં બચત થઇ છે. 864.22 કિ.મી લંબાઇની કુલ 12 પાઇપલાઇનોની કામગીરી તથા  31 પમ્પીંગ સ્ટેશનના કામો, રૂ.3876 કરોડના ખર્ચે પુર્ણ કરી 434 ગામના 737 તળાવો તથા 7 જળાશયોને જોડાણ આપવામાં આવ્યું છે. પાઇપલાઇનના હયાત સ્કાવર વાલ્વથી તળાવ જોડાણની 2 કિ.મી. ની મર્યાદા 3 કિ.મી. કરવામાં આવી જેના લીધે વધુમાં વધુ તળાવોને નેટવર્ક પાઇપલાઇન અંતર્ગત જોડાણ આપી વધુમાં વધુ વિસ્તાર સિંચાઇ સુવિધા હેઠળ આવરી લેવાની કાર્યવાહી ચાલુ છે. નર્મદાના પૂરના વહી જતાં વધારાના પાણી પૈકી ફળવાયેલ એક મીલિયન એકર ફીટ પાણીથી ઉત્તર ગુજરાતનાં 9 (નવ) જળાશયો ધરોઇ, હાથમતી, ગુહાઇ, વાત્રક, માઝમ, મેશ્વો, મુક્તેશ્વર, દાંતીવાડા, સીપુમાં નર્મદાનું પાણી નાખી ભરવા અને પથરેખામાં આવતા તળાવો ભરવા કુલ 14 ઉદ્વવહન સિંચાઈ પાઈપલાઈનોનું આયોજન થયું.

864.22 કિ.મી લંબાઇની કુલ 12 પાઇપાલાઇનોની કામગીરી તથા  31 પમ્પીંગ સ્ટેશનના કામો, રૂ.3876 કરોડના ખર્ચે પુર્ણ કરી 434 ગામના 737 તળાવો તથા 7 જળાશયોને જોડાણ આપવામાં આવ્યું છે. પાઇપલાઇનના હયાત સ્કાવર વાલ્વથી તળાવ જોડાણની 2 કિ.મી. ની મર્યાદા 3 કિ.મી. કરવામાં આવેલ, જેના લીધે વધુમાં વધુ તળાવોને નેટવર્ક પાઇપલાઇન અંતર્ગત જોડાણ આપી વધુમાં વધુ વિસ્તાર સિંચાઇ સુવિધા હેઠળ આવરી લેવાની કાર્યવાહીઓ ચાલુ છે. પાણીના સ્તરો ઉંચા આવવાથી ખેત ઉત્પાદનમાં વધારો થયેલ છે તથા પશુપાલન વ્યવસાય વિકસિત થયો છે. સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થયેથી ખેતીલાયક જમીનના વિસ્તારમાં વધારો થવાથી આવકમાં વધારો થયો છે.

સૌની યોજના

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના, નર્મદાના પુરના વધારાના 1 મીલીયન એકર ફીટ(43,500 મીલીયન ઘનફુટ) પાણીથી  સૌરાષ્ટ્રના 11 જીલ્લાઓના 115 હયાત જળાશયો ભરીને આશરે 970 કરતા વધુ ગામોના 8,24,872 એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ કરવા તથા પીવાના પાણીનો લાભ આપવાનુ આયોજન કરવામાં આવ્યું છે. યોજના ત્રણ તબક્કામાં ચાર લીંકના આયોજનથી 33 પેકેજ દ્વારા પુર્ણ કરવાનુ આયોજન છે. જેમાં 1371 કિ.મી. લંબાઇની માઇલ્ડ સ્ટીલની પાઇપલાઇન અને 38 કરતાં વધુ પંપીંગ સ્ટેશન દ્વારા 115 હયાત જળાશયોમાં પાણી નાખવાનુ થાય છે. સૌની યોજના અંતર્ગત  ડિસેમ્બર-2021 સુધીમાં કુલ ખર્ચ રૂ.16148 કરોડનો થયો છે. સૌની યોજના અંતર્ગત 1180 કિ.મી. લંબાઈમાં પાઇપલાઇનની કામગીરી તથા 22 પંપીંગ સ્ટેશનની તેમજ આનુસંગિક કામગીરીથી 53 જળાશયો, 131 ગ્રામ તળાવો અને 863 ચેકડેમોમા અંદાજીત 40741 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના સણોસરા ગામના  લાલજીભાઇ મેધાભાઇ  કહે છે કે, યોજના પહેલા વરસાદ આધારીત ખેતી જ કરવામાં આવતી હતી. હવે યોજના બાદ વર્ષના 3 સિઝન પાક લઇ શકાય છે જેના કારણે ખેડુતોની આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવ્યો છે. પીવાના અને ધરગથ્થુ વપરાશ માટેના પાણી માટે દૂર ચાલીને પાણી લેવા જવું પડતુ હતુ. સૌની યોજનાના કારણે ઘર આંગણે પાણી મળતુ થયુ છે. જેથી પાણીની સમસ્યામાંથી રાહત મળી છે

સુજલામ સુફલામ જળ અભિયાન

સમગ્ર રાજ્યમાં પાણીના સંગ્રહનો વ્યાપ વધારવાની ઝુંબેશ સ્વરૂપે છેલ્લા ચાર વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ કામગીરીમાં જન ભાગીદારી વધારવાની તથા પાણી બચાવવા અને પાણીનો બગાડ અટકાવવા લોકમાનસમાં જાગૃતિ ફેલાય તેવી વિચારધારા સાથે વર્ષ 2018માં 1લી મે  ગુજરાત રાજ્ય સ્થાપના દિનથી 1 મહિના માટે અભિયાનની કામગીરી શરૂ કરવામાં આવી. અભિયાન અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં 56698 કામો હાથ ધરવામાં આવેલ છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના 21402 કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના 12221 કામો તથા ચેકડેમ રીપેરીંગના 3435 કામો કરવામાં આવેલ છે. 1079 નવા ચેકડેમો બનાવવામાં આવેલ છે. કુલ 50,353 કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ-સફાઇના કામો કરવામાં આવ્યાં છે. અભિયાન અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં થયેલ કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ 61781 લાખ ઘન ફૂટ જેટલો વધારો થયેલ છે તથા 156.93 લાખ માનવદિનની રોજગારી ઉભી થઇ છે. પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. ખોદકામ તથા ડીસિલ્ટીંગની કામગીરીથી નીકળેલ માટી/કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારના અન્ય વિકાસના કામોમાં થયા છે. સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ મહદઅંશે હલ થઇ છે. સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ બની છે. પર્યાવરણમાં સુધારની સાથે પાણીના બગાડમાં મહદઅંશે ઘટાડો થયો છે.

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના

અનિયમિત વરસાદના કારણે પાણીની અછત નિવારવા તેમજ વરસાદના વ્યર્થ રીતે વહી જતા પાણીને અટકાવવા તેમજ સંગ્રહાયેલ પાણીનો પુરેપુરો ઉપયોગ થાય તે નવા ચેકડેમ, ચેકડેમ રીપેરીંગ અને ચેકડેમ ડીસીલ્ટીંગ ના કામો થકી જળસંચય અને જળ પુન:વિતરણને અગ્રીમતા આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2005-06 થી સમગ્ર રાજ્યમા આ યોજનામાં 80:20 ના ધોરણે (80% સરકારી અને 20% લોકફાળો) થી કામગીરી કરવામાં આવેલ છે અને વર્ષ 2021-2022 સુધી કુલ 1.85 લાખથી પણ વધુ ચેકડેમના કામો પુર્ણ થયાં છે. જેના પરિણામે આશરે 4.50 લાખ હેકટરથી પણ વધુ વિસ્તારને પ્રત્યક્ષ/પરોક્ષ સિંચાઈની સુવિધાનો લાભ ઉપલબ્ધ થયો છે તદ્ઉપરાંત ભુગર્ભ જળના સ્તરોમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે અને જમીન ધોવાણ પણ મહદઅંશે અટક્યુ છે.

નહેરોનુ વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકરણ

સિંચાઇ યોજનાની બાંધકામ વર્ષો અગાઉ કરેલ હોવાથી નહેરોના વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકરણ કરવા આવશ્યક છે. જેથી નહેરના છેવાડાના ખેડુતોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે. જુન 2021 સુધીમાં 8.30 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં હયાત સિંચાઇ યોજનાઓના નહેરોના વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકરણના કામો પુરા કરવામાં આવ્યા છે. આ કામો કરતી વખતે ખેડુતોને અપાતી સિંચાઇ સુવિધામાં કોઇ અડચણ ન આવે તે રીતે આયોજન કામગીરી કરવામાં આવે છે. આમ કામો હાથ ધરવાથી નહેરોમાંથી લીકેજ/સીપેજ દ્વારા થતો પાણીનો ર્દુવ્યય અટકે છે. પિયત વિસ્તારના ખેડુતોને સમયસર અને પ્રમાણસર પુરતુ પાણી મળી રહેવાથી સિંચાઇ સુવિધા સુદ્દઢ થવા પામી છે.

વનબંધુ કલ્યાણ યોજના

રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના 14  જિલ્લા (સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી, વલસાડ)  ના 53 તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે વિભાગે ચેકડેમ બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલ વગેરે કામોનું નકકર આયોજન કરવામાં આવ્યું છે. યોજના હેઠળ 14,873 ચેકડેમોના બાંધકામ, 3548 તળાવો ઉંડા કરવાના કામો, 1346 એલ.આઇ. સ્કીમોના કામો તેમજ 1582 જૂથ સિંચાઇ કૂવાઓ તથા વોટર શેડ આધારીત સંગ્રહસ્થાન મળી કુલ 21,349 કામો હાથ ધરેલ છે.  જેનાથી 3.86 લાખથી વધુ એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળે છે. નહેર સુધારણાના તથા સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન હેઠળના કામોથી 6.17 લાખ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઈ છે. યોજના હેઠળ  કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારિત 13 મોટી ઉદ્દવહન યોજનાઓ રૂ. 5042 કરોડના ખર્ચે 3.48 લાખ એકર વિસ્તારને સિંચાઇ સુવિધા આપવા માટે હાથ ધરેલ છે. આ પૈકી પાંચ યોજનાઓની કામગીરી રૂ.2109 કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે અને રૂ.2933 કરોડના ખર્ચે 8 યોજનાઓના કામો પ્રગતિમાં છે. આદિવાસી  વિસ્તાર મોટે ભાગે ઉંચા લેવલે તથા ડુંગરાળ વિસ્તાર હોઇ મોટા ભાગના  વિસ્તારમાં સિંચાઇ માટે હયાત સિંચાઇ યોજનાઓમાંથી વહનથી પાણી આપી શકાય તેમ નહોતું. આથી આવા દુર્ગમ અને વિષમ પરિસ્થિતિ ધરવાતા વિસ્તારમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.